રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા કૂકીંગ શો : એકસપર્ટ દ્વારા વાનગી ડેમોસ્ટ્રેશન
રાજકોટ : રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા ફકત સભ્ય બહેનો માટે કુકીંગ શોનું આયોજન કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતાના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. કૂકીંગ એકસપર્ટ અમદાવાદથી ઈટીવી કલર્સ ગુજરાતીના શ્રીમતી હીનાબેન ગૌતમ તેની સાથે દુબઈના માસ્ટર શેફ સ્મિત સાગર રસોઈ શોમાં ઉપસ્થિત રહેલ. રાજકોટની નામાંકિત હોટલ ફર્નના શેફ દ્વારા વિવિધ સૂપનો ડેમો બતાવેલ. કુકીંગ એકસપર્ટ (રસોઈ સ્ટુડિયો), સંજીવ કપૂર સાથે અમીબેન મોરજરીયા દ્વારા નવી સ્ટાઈલથી અનેક વાનગી બતાવેલ. કાર્યક્રમનું સંચાલન એન્કર તરીકે મેઘાબેન બારડે કરેલ. કુકીંગ એકસપર્ટ ગૌતમ તરફથી ૨૨થી વધારે ઈનામો આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રફુલાબેન મહેતા, બિન્દુબેન મહેતા, સેક્રેટરી ઈન્દીરાબેન ઉદાણી, હિનાબેન મોદી, દર્શના મહેતા, જીજ્ઞા વખારીયા, નીતા મહેતા, પ્રીતિબેન ગાંધી, જયશ્રીબેન ટોળીયા, અલ્કાબેન ગોસ્વામી, સરોજબેન આડેસરાએ જહેમત ઉઠાવેલ.(૩૭.૧૦)