બેડી ચોકડી પાસે ૩.ર૪ લાખના વિદેશી દારૂ ભરેલી ઇનોવાકાર સાથે નરેશ અને પ્રકાશને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ પીઆઇ બી.ટી. ગોહિલની રાહબરી હેઠળ કામગીરી કોન્સ. સહદેવસિંહ જાડેજા અને રોહિતભાઇ કછોટની બાતમી
રાજકોટ: બેડી ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર પસાર થવાની હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. સહદેવસિંહ જાડેજા અને રોહિતભાઇ કછોટને બાતમી મળતા પીઆઇ બી.ટી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સાથે બેડી ચોકડી પાસે વોચમાં હતા ત્યારે ત્યાંથી પસાર થતી જીજે પ સીજી-૩૩૪૧ નંબરની ઇનોવા કારને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૂ. ૩,ર૪,૦૦૦ની કિંમતની વિદેશી દારૂની ૬૪૮ બોટલ મળી આવતા રાજસ્થાન, ચીનલવાના તાલુકાના પરાવા ગામના નરેશ માલારામ બિશ્નોઇ (ઉ.વ.૩૦) અને રાજસ્થાન, હાડેચા ગામના પ્રકાશ ભગારામભાઇ બીશ્નોઇ (ઉ.વ.રપ) ને પકડી લઇ દારૂનો જથ્થો, બે મોબાઇલ ત્થા ઇનોવાકાર મળીઅ રૂ. ૬,૩૬,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હોત. આ કામગીરી પીઆઇ બી.ટી. ગોહિલ, ઍ.ઍસ.આઇ. ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, કોન્સ. સહદેવસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ દ્વારા કરવામાં આવી હતી.