રાજકોટ
News of Tuesday, 19th March 2019

ગુરૂવારે 'રંગ દે રાજકોટ' જલ્સો

રંગોત્સવ સાથે સ્વાદોત્સવ અને સંગીતોત્સવનો અભૂતપૂર્વ સંગમ : વેલવેટ પાર્ટી પ્લોટમાં મસ્તીનું અને સૌને પોસાય તેવું આયોજન : નોનસ્ટોપ ડીજે, વોટર ડ્રમીંગ, ફાયર ડ્રમીંગ, ઓર્ગેનીક રંગ અને અનલીમીટેડ ફૂડ : રેઈન ડાન્સ અચુક માણવા જેવો : સજ્જડ સુરક્ષા - પારીવારીક માહોલ : અવિ મકવાણા અને તેની ટીમનું આયોજન

રાજકોટ, તા. ૧૯ : આયા રંગો કા તહેવાર 'હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ, રંગો મેં રંગ મીલ જાતે હૈ, ગીલે સીકવે ભૂલ કે દોસ્તો દુશ્મન ભી ગલે મીલ જાતે હૈ' આવો દોસ્તીનો સંદેશ લઈને આવતો તહેવાર એટલે ધુળેટી. આ શુભ પર્વે રાજકોટના યુવાઓ દ્વારા પારીવારીક માહોલમાં ''રંગ દે રાજકોટ'' શિર્ષક હેઠળ એક ઈવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં નાનાથી માંડી મોટેરાઓ નોનસ્ટોપ ડીજે, વોટર ડ્રમીંગ, ફાયર ડ્રમીંગ, ઓર્ગેનીક રંગ સાથે અનલીમીટેડ ફૂડની મજા માણી શકશે.

ડીએનએસ હોસ્પિટાલીટી અને યંગસ્ટર ઈવેન્ટ મેનેજમેન્ટની યુવા ટીમ દ્વારા તા.૨૧ના ધુળેટીના દિવસે સવારે ૧૦ વાગ્યાથી ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોક સિનર્જી હોસ્પિટલ પાસે આવેલ વેલવેટ પાર્ટી પ્લોટ ખાતે ''રંગ દે રાજકોટ''નું આયોજન કરવામાં આવ્યું છે.

આશરે એકાદ એકરની વિશાળ જગ્યામાં નોનસ્ટોપ ડીજે, વોટર ડ્રમીંગ, ફાયરડ્રમીંગ, લાઈવ બેન્ડ, રેઈનડાન્સ, ટોમેટોપુલ, મડફેસ્ટની મજા માણશે. આ સાથે ગુજરાતી ગાયક ગોથા પોટા યુવાવર્ગને અવનવા ગીતો પીરસી ડોલાવશે.

ઓર્ગેનીક કલરો રાખવામાં આવશે. કોઈપણ જાતના અન્ય કલરનો ઉપયોગ કરવામાં આવશે નહિં. વિવિધ ગેમ્સની સાથે અનલિમિટેડ ફૂડની પણ મજા માણી શકાશે. તો વિશાળ જગ્યામાં બાળકો અને યુવાઓ માટે સેલ્ફી ઝોન પણ રાખવામાં આવેલ છે.

ડીએનએસ હોસ્પિટાલીટી અને યંગસ્ટર ઈવેન્ટ મેનેજમેન્ટ આયોજીત ''રંગ દે રાજકોટ'' કાર્યક્રમનું પારીવારીક માહોલમાં આયોજન થયું છે. સિકયુરીટીની ખાસ સુવિધા રાખવામાં આવી છે. કોઈ અણગમતો બનાવ ન બને તે માટે ૩૦ થી વધુ બાઉન્સરોની ટીમ સતત ખડેપગે રહેશે.

આ ઈવેન્ટ માટે સિંગલ પાસના રૂા.૪૫૦ અને કપલ પાસના રૂા.૮૦૦ રાખવામાં આવેલ છે.

તસ્વીરમાં ''રંગ દે રાજકોટ''ના આયોજકો દેવાંગ ડાભી (મો.૭૦૧૬૨ ૮૨૭૩૮), નિરવ અખાણી (મો.૮૧૨૮૪ ૨૨૬૬૬), અવિ મકવાણા (મો.૯૭૨૬૯ ૬૬૨૦૩), રવિ મકવાણા, પ્રીતીશ ડાભી, અભિ સોલંકી, યુવરાજસિંહ જાડેજા, ચિંતન વોરા, જય વિ. ટીમ નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:09 pm IST)