રાજકોટ
News of Tuesday, 19th March 2019

કુવાડવા પોલીસે સોખડાની સરકારી સ્કૂલ પાસેથી દારૂ ભરેલી રિક્ષા પકડી

કોન્સ. દિલીપભાઇ બોરીચા અને મનિષભાઇ ચાવડાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: કુવાડવા પોલીસે લોકસભાની ચૂંટણી સંદર્ભે દારૂ-જૂગાર સહિતની પ્રવૃતિઓ ડામવા ખાસ પેટ્રોલીંગ શરૂ કર્યુ હોઇ રાત્રીના કોન્સ. દિલીપભાઇ આયદાનભાઇ બોરીચા તથા કોન્સ. મનિષભાઇ પોલાભાઇ ચાવડાને બાતમી મળતાં સોખડા ગામની સરકારી શાળા પાસે વોચ રાખતાં જીજે૩બીયુ-૭૬૩૨ નંબરની રિક્ષાનો ચાલક રિક્ષા રેઢી મુકી ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતાં તેમાંથી રૂ. ૨૮,૮૦૦નો ૯૬ બોટલ દારૂ મળતાં તે તથા રૂ. ૩૦ હજારની રિક્ષા મળી કુલ રૂ. ૫૮,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કોન્સ. અજીતભાઇ લોખીલની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી રિક્ષાચાલક, માલિક સહિતનાની શોધખોળ થઇ રહી છે. ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના તથા પી.આઇ. એમ.આર. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. કે. ઝાલા, એએસઆઇ આર. કે. ડાંગર, હેડકોન્સ. બી.ડી. ભરવાડ, હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારદીયા, કોન્સ. મનિષભાઇ, દિલીપભાઇ, દેવેન્દ્રસિંહ જાડેજા, અજીતભાઇ, રાજેશભાઇ ચાવડા સહિતે આ કામગીરી કરી હતી.

જીવંતિકાનગરનો સમીર ધોબી બે બાટલી સાથે પકડાયો

જ્યારે ગાંધીગ્રામના હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કનુભાઇ બસીયા, કિશોરભાઇ ઘૂઘલ સહિતે જીવંતિકાનગર-૩માંથી સમીર રમેશભાઇ બુંદેલા (ધોબી) (ઉ.૨૬) નામના રિક્ષાચાલકને રૂ. ૬૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

ડીસીબીના અમૃતભાઇએ ૧૦ બોટલ દારૂ પકડ્યો

આ ઉપરાંત ડીસીબીના હેડકોન્સ. અમૃતભાઇ ગલાભાઇ મકવાણાએ થોરાળાની મનહર સોસાયટી લાખાજીરાજ ઉદ્યોગનગર-૧૦ પાસે દરોડો પાડતાં જશુ મનોજ જાદવ (કોળી) (ઉ.૪૦) નામની મહિલાએ સંઘરેલો રૂ. ૩૦૦૦નો ૧૦ બોટલ દારૂ જપ્ત થતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:54 pm IST)