રાજકોટ
News of Tuesday, 19th March 2019

કાંગશીયાળીના ૧ર હજાર લોકોનો નગારે ઘા : પાણી આપો નહી તો ''મતદાન''નો બહિષ્કારઃ કલેકટરને આવેદન

રૂડા હાલ ૧૬ ટેન્કર આપે છેઃ કાલથી ર૩ આપશેઃ પરંતુ ગ્રામજનોને એ બાબત મંજૂર નથી!! : ગ્રામજનો અને ૮ સોસાયટીના લોકો ઉમટી પડયાઃ ૪-૪ વખત રજુઆતો છતા કોઇ ઉકેલ નથીઃ હવે ચુંટણીનો જ બહિષ્કાર...

કાંગશીયાળી અને ૮ સોસાયટીના લોકોએ પીવાના પાણી પ્રશ્ને કલેકટર કચેરીએ દેખાવો કરી આવેદન પાઠવ્યું હતું (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : નાગરીક હિત રક્ષક સમિતિના કાંગશિયાળીના રહેવાસીઓ આજે કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા અને પાણી પ્રશ્ને વિસ્તૃત રજુઆતો કરી જો પ્રશ્ન નહિ ઉકેલાય તો ૧૩ હજાર લોકો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેમ આવેદન આપતા ખળભળાટ મચી ગયો છ.ે

આવેદનમાં જણાવેલ કે આસ્થાગ્રીનસીટી, કોપર રેસીડન્સી, કલ્પવન રેસીડન્સી, વ્રજ રેસીડન્સી, ગોલ્ડન હાઇટસ, એપ્લાન્ટીસ હાઇટસ, રાજપથ, રાજપથ સિયેસ્ટામાં ૧ર૩૦૦ થી વધુ લોકો વસવાટ કરીએ છીએ.

ઉપરોકત સોસાયટી અંદાજિત ૧ર૩ર૦ માણસો પ થી ૬ વર્ષ થયા વસવાટ છે.  આજ દિવસ સુધી અમોને ગામ પંચાયત કે રૂડા દ્વારા કોઇપણ પ્રકારને પાણીની વ્યવસ્થા આપવામાં આવેલ નથી દર સાલ ઉનાળામાં અમે અમારે ખર્ચે વેચાતું પાણી લઇને ઉપયોગ કરીએ છીએ. આપ બને નમ્ર અરજ છે કે અમારી ઉપરોકત સોસાયટીઓ માટે પાણી તથા રોડ-રસ્તાના પ્રશ્નોનું નિવારણ કરવા વિનંતી નાછૂટકે અમારે ગાંધી ચિંધ્યા રાહે રસ્તારોકો આંદોલન તથા ધરણા ઉપર બેસવું પડે તો યોગ્ય કરવા વિનંતી પાણીની સમસ્યાને લઇને કોઇપણ પ્રકારની અનિચ્છનીય બનાવ બને તેની  તમામ પ્રકારની જવાબદારી સરકારની રહેશે, તેમ પ્રમુખ આર.પી. ગોધાણીએ ઉમેર્યું હતું.

આવેદનમાં જણાવેલ કે અગાઉ કલેકટર, રૂડામાં વારંવાર રજુઆતો કરાઇ છે. છતા પ્રશ્ન યથાવત  છે.

દરમિયાન કાંગશીયાળી ગ્રામ પંચાયતના સરપંચ એલ.બી.ચાવડાએ એક નિવેદનમાં ઉમેર્યું છે કે લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામે હાલમાં નવી બનેલ સોસાયટીઓમાં હાલમાં અંદાજે ૧ર૦૦૦ થી ૧૩૦૦૦ લોકો વસવાટ કરે છે. તેઓને પીવાના પાણીના કોઇ સ્ત્રોત કાંગશીયાળી ગામે ઉપલબ્ધ નથી. આ અંગે અમોએ અવાર નવાર રૂડા કચેરી  તથા કલેકટરને લેખીત રજુઆત કરેલ છે. ગત વર્ષે સરકારમાંથી દસલાખ લીટર દૈનિક ધોરણે પાણી મંજુર કરવામાં આવેલ હતું. તેમ છતા પણ ગામ લોકોને પાણી ફાળવવામાં આવેલ નથી. આથી ગ્રામજનોએ પાણીનો પ્રશ્ન વિકટ બનતા આગામી સમયમાં યોજાનાર લોકસભા ચુંટણી ર૦૧૯ નો બહીષ્કાર કરવાનું નકકી કરેલ છે જે બાબતે ધ્યાનમાં લેવા વિનંતી.

દરમિયાન કલેકટરને આવેદન બાદ રજુઆતકારો રૂડા કચેરીએ ધસી ગયા હતા., અને રજુઆતને અંતે હાલ જે ૧૬ ટેન્કર પાણી આપશે તેવી ખાત્રી અપાઇ હતી,

જો કે, ગ્રામજનો ભાદરની જે પાઇપ લાઇન છે તેમાંથી પાણી આપવા માંગણી કરી રહ્યા છે, પરંતુ હાલ આચારસંહિતા હોય કલેકટર તંત્ર-રૂડાએ બાબત શકય ન હોવાનું જણાવી દિધુ હતું કાલથી ર૩ ટેન્કર મંજુર કરાતા, રોજનું ર લાખ ૩પ હજાર લીટર પાણી મળશે તેમ રૂડા-કલેકટર તંત્રે ઉમેયુંર્ છે.

(3:46 pm IST)