રાજકોટ
News of Tuesday, 19th March 2019

શત્રુંજય ભાવ યાત્રા

 આજે ફાગણ સુદ- ૧૩ના રોજ જૈનોની છ ગાઉ યાત્રા પાલીતાણા સ્થિત શત્રુંજય પર્વત ખાતે યોજાય છે. ૧૨૫૦ નાના- મોટા દેરાસરોના દર્શન કરે છે. સાથો સાથ આદેશ્વરદાદાના પક્ષાલનું જલ જે કુંડમાં આવે છે. ત્યાં દર્શન કરી અજીતનાથ સ્વામી તથા શાંતિનાથ સ્વામીની ડેરીએ ભાવિકો શાંતિ સ્ત્રોતનું સ્મરણ કરી ચંદન તલાવડીએ ઉકાળેલ પાણીનો પ્રસાદ લઈ હસ્તગીરી તીર્થ અને શિધ્ધશીલા ગુફા, સૂરજ કુંડના દર્શન કરી કેડી રસ્તે આદપૂર ગામે પાલમાં પહોંચે છે. જયાં વિવિધ પાલમાં સેવા માટે શ્રાવક- શ્રાવીકોઓ ખડે પગે હોય છે. આ યાત્રામાં જે શ્રધ્ધાળુઓ જોડાઈ નથી શકતા તેઓ જિનાલયોમાં શત્રુંજય ભાવ યાત્રા દ્વારા પ્રભુ ભકિત કરે છે. ચૌધરી હાઈસ્કુલ સામેના મણીયાર દેરાસર ખાતે ભાવયાત્રાનું આયોજન કરાયેલ જેમાં સંઘના બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધેલ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:40 pm IST)