રાજકોટ
News of Tuesday, 19th March 2019

ફાયરીંગ, મારામારી, હથીયારના ગુનાઓમાં સામેલ પાંચ શખ્સોને પાસામાં ધકેલાયા

ગાંધીગ્રામ તથા યુનિવર્સિટી પોલીસે બજવણી કરીઃ પીસીબીની દરખાસ્ત

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી વધુ પાંચ શખ્સોને પાસા તળે જેલમાં ધકેલી દીધા છે. જેમાં વસીમ જુસબભાઇ દલવાણી (ઉ.૨૪-રહે. ગાયકવાડી-૮), મહેબૂબ ઉર્ફ મેબલો ફિરોઝભાઇ અધામ (ઉ.૨૩-રહે. જામનગર રોડ હુડકો કવાર્ટર) તથા ઇમ્તિયાઝ ઉર્ફ ઇમ્તુ ઇકબાલભાઇ લોલાડીયા (ઉ.૨૩-રહે. મુળ હળવદ)ને અનુક્રમે અમદાવાદ, વડોદરા અને સુરત જેલમાં ધકેલાયા છે. આ વોરન્ટની બજવણી ગાંધીગ્રામના પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ, દિનેશભાઇ, રાહુલભાઇ, કનુભાઇ, કિશોરભાઇ, ગોપાલભાઇ, દિગુભા સહિતે કરી હતી. આ ત્રણેય વિરૂધ્ધ અગાઉ મારામારી, ફાયરીંગ, ગેરકાયદે હથીયારના ગુના નોંધાયા હતાં.

જ્યારે યુનિવર્સિટી પોલીસે લાલજી ઉર્ફ લાલો ભવાનભાઇ ધોળકીયા (ઉ.૨૪-રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર નં. ૫૫૦) તથા વિજય ભવાનભાઇ ધોળકીયા (ઉ.૨૧-રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર-૫૫૦) નામના બે ભરવાડ ભાઇઓને અનુક્રમે સુરત અને અમદાવા જેલમાં પાસા તળે ધકેલવાના વોરન્ટની બજવણી કરી છે. આ બંને સામે અગાઉ મારામારીના ગુના નોંધાયા હતાં.  પીસીબીના પી.આઇ. એસ. એન.ગડુ, રાજેશભાઇ, શૈલેષભાઇ, અજયભાઇ શુકલા, ઇન્દુભા, રાહુલગીરી સહિતની ટીમે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે મંજુર કરી હતી.

(3:37 pm IST)