રાજકોટ
News of Tuesday, 19th March 2019

પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા હેલ્ધી હોળીનું આયોજન

રકતદાન કેમ્પ, રાસની રમઝટ સાથે બહેનો માટે વન મીનીટ ગેમ શો, વાનગી સ્પર્ધાઃ વિજેતા બહેનોને ઇનામોથી નવાજાશે

રાજકોટઃ તા.૧૯, શ્રી અમરનાથ એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે હેલ્ધી હોળીનું આયોજન  સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલ અમરનાથ મહાદેવ મંદિર કરવામાં આવે છે. આ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પની સાથે બહેનો માટે અલગ-અલગ પ્રવૃતિઓનું આયોજન કરી રહ્યું છે.  જેમાં ખાસ કરીને હોળી-ધુળેટી પર્વમાં ખજૂરનું ખાસ મહત્વ હોય છે. આ બાબતને ધ્યાનમાં લઇ બહેનો માટે ખજૂર સ્પેશ્યલ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. બહેનો માટે વન-મિનિટ ગેમ શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાંપ્રત સમયમાં ભરડો લઇ રહેલા સ્વાઇ ફલુ સામે પણ રક્ષણ મેળવવા માટે હેલ્ધી હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર જનતાને આ સમગ્ર આયોજનનો લાભ લેવા અપીલ કરાઇ છે.

પારિવારીક માહોલમાં સમગ્ર સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રયાસ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી પૂર્વેશ ભટ્ટ (મો.૯૮૭૯૮ ૭૯૬૫૮) જય શાહ, ધવલ માણેક, ઋષભ દેસાઇ, શની પટેલ, પંકિલ માણેક, દેવકરણ જોગરાણા, જય ગોહેલ, રજત બક્ષી, મીત મહેતા, જય ભટ્ટ, રોહન જેસાણી, મેઘા માણેક, ઋષિકા દેસાઇ, માધવી મહેતા, અલ્પાબેન શાહ, નેહાબેન લિંબળ, દિપાબેન મલકાણ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૯)

(3:32 pm IST)