રાજકોટ
News of Tuesday, 19th March 2019

વેરા શાખા ટી-ર૦ના મોડમાં: જુના રાજકોટમાં રર મિલ્કત સીલ

વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોનના વિસ્તારમાં કડક કાર્યવાહી કરતા ૮૯ મિલ્કત ધારકોએ રૂ.૧.ર૭ કરોડની ધડાધડ વસુલાત

રાજકોટ તા. ૧૯ :.. મ્યુ. કોર્પોરેશનના વેરા વસુલાત વિભાગ દ્વારા શહેરમાં મિલ્કત વેરો બાકી રાખનારા બાકીદારો ઉપર ધોંસ બોલાવી બપોર સુધીમાં જુના રાજકોટના વિસ્તારોની રર જેટલી મિલ્કતને સીલ લગાવી દીધા હતાં. જયારે વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાં ૮૯ મિલ્કત ધારકોએ બાકી વેરો વસુલવા કડક કાર્યવાહી હાથ ધરતા રૂ. ૧.૮૯ કરોડની આવક થવા પામી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ વેરા શાખા દ્વારા ત્રણેય ઝોનમાં થયેલ કામગીરીની વિગત નીચે મુજબ છે.

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા વર્ષ ર૦૧૮-૧૯ ની વેરા વસુલાત અંતર્ગત પંચનાથ મંદિર રોડ પર આવેલ સર્વોત્તમ એપાર્ટમેન્ટ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે આવેલ શ્રીમદ ભવનમાં ડ યુનિટના બાકી માંગણા સામે કાર્યવાહી કરતા પ યુનિટને તથા અટીકા વિસ્તારમાં ૬ યુનિટના બાકી માંગણા સામે રીકવરીની કાર્યવાહી કરતાં ર-યુનીટ, યોગેશવર વિસ્તારમાં ૭ યુનિટના બાકી માંગણા સામે રીકવરીની કાર્યવાહી કરતાં ૩ યુનિટ, સહિત કુલ રર મીલ્કતોને સીલ કરી હતી.  આ ઉપરાંત અન્ય વિસ્તારો અને સરકારી મિલ્કત ધારકો પાસેથી કુલ રૂ. ૩પ લાખની વસુલાત થવા પામી છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી વોર્ડ ઓફીસર આરતીબેન નિમ્બાર્ક, હેમાન્દ્રીબા ઝાલા, કેતન સંચાણિયા તથા ટેકસ ઇન્સ્પેકટર કમલેશભાઇ ઠાકર, માનવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ ખંધેડીયા, નીતિનભાઇ ખંભોળીયા, જયોતિભાઇ ખંભોળીયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

પુર્વ ઝોન

ઇસ્ટઝોન વેરા શાખા દ્વારા બાકી રકમની વસુલાત માટે વોર્ડ નં.૧૮માં સહાયક કમિશનરશ્રી (પુ.ઝો) તથા આસી મેનેજરશ્રી (પુ.ઝો) તેમજ વોર્ડ ઓફીસરની આગેવાનીમાં સીલીંગ કરવા ત્રણ ટીમો ઉતારવામાં આવેલ. જેમાં કુલ ૩૮ મિલ્કતોમાં સીલીંગ કરતા અંદાજીત ૪૫.૦૦ લાખની સ્થળ પર વસુલાત આવેલ છે. જયારે નવાગામ વિસ્તાર, કુવાડવા રોડ, મોરબી રોડ વિસ્તારમાં પેડક રોડ, માર્કેટીંગ યાર્ડ,પરશુરામ ઇન્ડ એરીયા, આજી વસાહત, કોઠારીયા મે રોડ, ધ્વની ઇન્ડ એરીયા, અતુલીત ઇન્ડ એરીયા, સરદાર ઇન્ડ એરીયા સહિતના વિસ્તારમાં કુલ ૬૯ મિલ્કતો ધારકો પાસેથી રૂ.૫૨.૮૦ લાખની વસુલાત થવા પામી છે.

આ કામગીરી આસિ. કમિશ્નર (પૂર્વ ઝોન), આસી મેનેજર (પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રીની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, અરવિંદ મકવાણા, જે કે જોશી અને એચ.કે.કાપડીયા, વિ.દ્વારા કરવામાં આવી.

વેસ્ટ ઝોન

વેસ્ટ ઝોનની ત્રણ ટીમ દ્વારા આજ રોજ વાવડી વિસ્તારમાં સંયુકત વેરા-વસુલાત ઝૂંબેશ કરવામાં આવેલ, જેમાં મિલ્કતોનો બાકી વેેરો વસુલ કરવા સીલીંગની કાર્યવાહી કરતાં આજ રોજ કુલ રૂ. ૩૯ લાખની આવક થવા પામી છે.

આ કામગીરી સહાયક કમિશનરશ્રી (વેસ્ટ ઝોન)ના માર્ગદર્શન હેઠળ, લગતા વોર્ડનાં આસી. મેનેજરશ્રીઓની સુચનાનુસાર ટેકસ ઇન્સ્પેકટર ગીરીશભાઇ બુધ્ધદેવ, વશરામભાઇ કણઝરિયા, હિતેષ મહેતા, વી. આર. પરમાર, નિલરત્ન પંડયા, જે. બી. પાતળીયા, તેમજ રિકવરી કલાર્ક દેવાભાઇ રાઠોડ, રાજેશ નૈયા, ભરત વાંક, તુષાર સોલંકી અને વિપુલ કમેજળિયા દ્વારા કરવામાં આવી છે.

(3:21 pm IST)