રાજકોટ
News of Tuesday, 19th March 2019

રાજકોટ લોકસભા બેઠક માટે બે માં ત્રીજો ફાવે તો ભાજપ માટે ૨૦૦૯ જેવી સ્થિતી સર્જાય શકે

ખીરસરા તા ૧૯ :  લીધકાના ખીરસરાના પત્રકાર અને મતદાર ભીખુપરી ગોસાઇએ જણાવ્યું છે કે, રાજકોટ લોકસભાની સીટ ઉપરનું મતદાર તરીકેનું મંતવ્ય છે કે ૨૦૧૯ ની લોકસભા સીટની રોશની પ્રક્રીયા પુર્ણ થયેલ છે, ત્યારે ઘણા બધા દાવેદારોના નામ સામે આવેલ છે, પરંતુ આપણે ગુજરાતી કંઇપણ વસ્તુ લેતા પહેલા બધું તપાસી પછી બોલઇ છીએ કે જુનુ અને જાણીતું લેવાઇને સારૂ  હોઇ તો આતો દેશના ઉજળા ભવિષ્યની પ્રક્રિયા છે, તેમા ંનવુ ં ન ચાલે અને મોહનભાઇ કુંડારીયા તો કેશુભાઇ પટેલની સરકારના ધારાસભ્ય તેમજ પ્રધાન તરીકે પણ રહી ચુકેલ  છે.

જુનાને જાણીતા નેતા છે ગામડામાં રહે છે, ગામડાની પ્રજાના પ્રશ્નોથી વાકેફ  છે, તેવી જ રીતે તેઓ નરેન્દ્રભાઇ મોદી સરકારમાં ગુજરાતના ધરાસભ્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રસરકારનાં સાંસદ તેમ કૃષી પ્રધાન રહી ચુકેલ છે, તો ડિી.કે. સખીયા વર્ષોથી ભાજપના  કાર્યકર અન  ે બબ્બે વખત રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદ ઉપર રહેલ છે  ખેડુત નેતા છે.

ખેડુતો સાથે રહેવાવાળા છે, ગામડાના ખેડુતો તેમજ હર એક વ્યકિત તે શહેરની હોઇ કે, ગામડાની ડિ.કે. સખીયાને નજીકથી ઓળખે છે, હાલ તેઓ માર્કેટીંગ યાર્ડ રાજકોટના ચેરમેન તેમજ રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખનુ ં પદ ધરાવે છે તો આ બંને વચ્ચે કોઇ ત્રીજુ ફાવે તો  ભાજપ માટે ૨૦૦૯ માં કિરણભાઇ પટેલને ઉતારીને જે પરીણામ જોવા મળેલ તેવી સ્થિતી ઉભી ન થાય તે ખુબ અગત્યનું છે, તો સામા પક્ષે પણ તાકાતવર નેતાને ઉતારવામાં આવશે તેવું જણાઇ રહે છે. તેમ  અંતમાં ભીખુપરી ગોસાઇએ જણાવ્યું છે.

(11:19 am IST)