રાજકોટ
News of Monday, 19th March 2018

મવડી પોલીસ હેડકવાર્ટર ખાતે દીક્ષાંત પરેડ યોજાઈઃ ૧૩૬ તાલીમાર્થીઓને પોસ્ટીંગ અપાયું

રાજકોટ :. જિલ્લા પોલીસના મવડી પોલીસ હેડકવાર્ટર ખાતે ૧૩૬ પોલીસ તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ થતા આજે સવારે રેન્જ આઈ.જી. ડી.એન. પટેલ તથા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશ્નર દિપક ભટ્ટ, રાજકોટના ડીસીપી કરણરાજ વાઘેલા, બલરામ મીના તથા હર્ષદ મહેતા તેમજ જિલ્લાના ડીવાયએસપી પી.એસ. ગોસ્વામી, શ્રૃતિ મહેતા, ડી.એમ. ચૌહાણ તથા ઝેડ.આર. દેસાઈ, રૂરલ એસ.ઓ.જી.ના પી.આઈ. જે.એસ. પંડયા, રૂરલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પી.આઈ. જે.એમ. ચાવડા, જેતપુર સીટીના પી.આઈ. એમ.એન. રાણા તથા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ ૧૩૬ પોલીસ તાલીમાર્થીઓને આજે બપોરે રાજકોટ જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ આપી દેવાયા હતા. આ પૂર્વે ગઈકાલે રાત્રે મવડી પોલીસ હેડકવાર્ટર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવે તથા અન્ય કલાકારોએ હાસ્યરસ પીરસ્યો હતો તેમજ તાલીમાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપરની તસ્વીરમાં રેન્જ ડીઆઈજી ડી.એન. પટેલ, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા રૂરલ એસ.પી. અંતરીપ સુદ દિક્ષાંત પરેડ નિહાળી રહ્યા છે. નીચેની તસ્વીરમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવે તથા તાલીમાર્થીઓ તલવાર રાસ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતા નજરે પડે છે.

(4:47 pm IST)