રાજકોટ
News of Monday, 19th March 2018

કોર્પોરેશન દ્વારા ૮ હજાર ચકલીના માળા - પાણીના કુંડાનું વિતરણ

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગત વર્ષની માફક આ વર્ષે પણ ૨૦-માર્ચ 'સ્પેરો-ડે' અંતર્ગત સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મેયર ડો. જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના કુંડાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેનો શુભારંભ પૂર્વ મેયર જનકભાઇ કોટકના હસ્તે કરાયો. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાશક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા, બાગ-બગીચા અને ઝુ કમિટી ચેરમેન દેવુબેન જાદવ, આરોગ્ય કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, માર્કેટ કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, કાયદો અને નિયમોની કમિટી ચેરમેન અનિતાબેન ગોસ્વામી, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ કમિટી ચેરમેન જાગૃતિબેન ઘાડીયા, કોર્પોરેટર બીનાબેન આચાર્ય,  અંજનાબેન મોરજરીયા૪ જયોત્સનાબેન ટીલાળા, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ મહેતા, તેમજ પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, રસીકભાઈ પટેલ, પ્રવિણભાઈ કિયાડા, ભાજપ અગ્રણીઓ વંદનાબેન ભારદ્વાજ, મનસુખભાઈ જાદવ, ગૌતમભાઈ ગોસ્વામી, કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઈન વાળા મિતલભાઈ ખેતાણી, નવરંગ કલબના ભરતભાઈ સુરેજા તથા રાજકોટ મહાનગરપાલિકાનાં સેક્રેટરી એચ.પી.રૂપરેલીઆ, ડે.સેક્રેટરી સી.એન.રાણપરા, આસી.મેનેજર અમિત ચોલેરા, પી.એ.ટુ ડે.મેયર હસમુખભાઈ વ્યાસ, રાજુભાઈ દૂધરેજિયા, જયદિપ પરમાર તેમજ બહોળી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ  ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાહોળી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોને તેમજ પર્યાવરણ પ્રેમીઓને માટીના માળા, પ્લાસ્ટિક કોટેડ માળા, પાણીના કુંડા વિગેરે મળી ૮૦૦૦ થી વધુ જેટલા માળાઓનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું. સવારથી જ પક્ષી પ્રેમીઓ ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમનું સંચાલન ડે.સેક્રેટરી અને પી. એ. ટુ મેયર કે.એચ.હિંડોચાએ કરેલ હતું.  આ કાર્યક્રમને સફળ બનાવવા ખોડીદાસ સિંધવ, કલ્પેશ ગોહેલ, કૌશિક સોલંકી, રમેશ પરમાર, વિશાલ સોઢા, દિલીપ નકુમ, રામભાઈ, અશોકભાઈ, રાજુભાઈ, જયપાલસિંહ, તેમજ વીજીલન્સનાં પોલીસ કર્મચારીઓ તેમજ સિકયોરીટીનાં ભાઈઓ બહેનો તેમજ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયનાં સ્ટાફ વિગેરેએ માળા વિતરણ વ્યવસ્થામાં જાહેમત ઉઠાવેલ.

(3:55 pm IST)