રાજકોટ
News of Wednesday, 19th February 2020

બાલમુકુંદ પ્લોટમાં ડામર-રી-કાર્પેટ

વોર્ડ નં. ૧૦ માં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડમાં વિકાસ કાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. મહાનગરપાલીકા દ્વારા નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલ બાલમુકુંદ પ્લોટના રોડનું ડામર રી-કાર્પેટનું શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું. આ પ્રસંગે કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન શેઠ, ભાજપના કાર્યકરો હેમંતસિંહ ડોડીયા, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભરતસિંહ જાડેજા, કાનાભાઇ ચૌહાણ, કિરણબેન શાહ, ચેતનસિંહ જાડેજા તથા બાલમુકુંદ પ્લોટના અગ્રણીઓ વિજયભાઇ પાડલિયા, અજયસિંહ વાઘેલા, નલીનભાઇ કોટેચા, રાજુભાઇ ગાંધી, રાજુભાઇ જાવીયા, મનીષભાઇ ભુત, લલીતભાઇ દોશી, પ્રવીણચંદ્ર વ્યાસ, શીરીષભાઇ દવે, રાજેશભાઇ પટેલ, નિલેશભાઇ શેઠ, સોનુભાઇ હીન્દુજા, રશ્મીનભાઇ આડેસરા, હીનાબેન પાડલિયા, રાજશ્રીબેન છનીયારા, જશુબેન શીંગાળા, જયોત્સનાબેન માનસતા, લતાબેન કામદાર સહિતના સ્થાનિક રહેવાસીઓ તથા કોર્પોરેશનના વોર્ડ એન્જીનીયર ગાવિત તથા સુનિલ ગોહેલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.

(4:03 pm IST)