રાજકોટ
News of Wednesday, 19th February 2020

બ્રહ્માકુમારીઝ દ્વારા કાલે શિવ રથયાત્રા

કોઠારીયા રોડ રામેશ્વર મંદિરેથી પ્રારંભ : ૧ લાખ ૮૪ સાબુદાણાથી શિવજીની દર્શનીય શોભા : શુક્રવારે રાજયોગ શીબીર અને આરોગ્ય કેમ્પ

રાજકોટ તા. ૧૯ : મહાશિવરાત્રી નિમિતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા કાલે શિવ રથ યાત્રાનું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે બ્રહ્માકુમારીઝ મેહુલનગર સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી નિમિતે પૂર્વ દિને એટલે કે આવતી કાલે તા. ૨૦ ના ગુરૂવારે વિશાળ શિવ રથ યાત્રા યોજવામાં આવશે. બપોરે ૩.૩૦ વાગ્યે કોઠારીયા રોડ પરના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરેથી પ્રારંભ થઇ સોરઠીયાવાડી સર્કલ સહીત નિયત માર્ગો પર ફરી રામેશ્વર મંદિરે પરત ફરશે.

વિશાળ શીવલીંગ સહીતની ઝાંખી કરાવતી આ રથયાત્રામાં ૫૦૦ થી વધુ લોકો જોડાશે. પ્રભુ પિતાનો સંદેશો આપતો દિવ્ય રથ હશે. જેમાં ૧ લાખ ૮૪ સાબુદાણાના શણગારથી ભોલેનાથના દર્શનની ઝાંખી કરાવાશે. તેમજ મહાશિવરાત્રીના દિવસે તા. ૨૧ ના શુક્રવારે અમરનાથ પર્વત, દ્વાદશ જયોતિર્લીંગ દર્શન અને સવારે ૫ વાગ્યાથી રાત્રે ૧૦ સુધી રાજયોગ શીબીર યોજવામાં આવેલ છે. સાથો સાથ ૯ થી ૧૨ બ્રહ્માકુમારીઝ અને સી.જે. ગ્રુપના સૌજન્યથી વિનામુલયે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા બ્રહ્માકુમારીઝ પરિવારના ચેતનાબેન, આરતીબેન, ઉત્તમભાઇ, હીરેનભાઇ, પંકજભાઇ, હેમાંગભાઇ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:53 pm IST)