રાજકોટ
News of Tuesday, 19th February 2019

બી 2બી એકિસબિશન ''કલીન ટેક- રાજકોટ''

રાજકોટ એ ભારતમાં ડીઝલ એન્જિન ઉત્પાદનનું પરંપરાગત કેન્દ્ર હવે પમ્પ-સેટ્સ, સામાન્ય ઈજનેરી વગેરે જેવા ઉદ્યોગોને સેવા પ્રદાન કરે છે. પીડબલ્યુસી એ બ્યુરો ઓફ એનર્જી એફિશન્સીના સહયોગમાં વિશ્વ બેંક-જીઈએફ પ્રોજેકટ 'ફાઈનાન્સિંગ એનર્જી એફિશન્સી એટ એમએસએમઈ' અંતર્ગત 'એસવીયુએમ ૨૦૧૯- ઈન્ટરનેશનલ ટ્રેડ શો' ખાતે સંશાધન કાર્યક્ષમ ટેકનોલોજી પરના એક દિવસના બી૨બી એકિસબિશન 'કલીન ટેક-રાજકોટ'નું આયોજન કરાયું હતુ. આ પ્રોજેકટને બ્યુરો ઓફ એનર્જી એફિશન્સી (બીઈઈ) અને સ્મોલ ઈન્ડસ્ટ્રિઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (એસઆઈડીબીઆ) દ્વારા અમલી બનાવવામાં આવી રહ્યો છે અને સંશાધન કાર્યક્ષમતામાં રોકાણો વધારવા માટે રાજકોટ તથા ગુજરાતના અન્ય ઔદ્યોગિક સમૂહો સહિત ભારતના ૨૫ એમએસએમઈ સમૂહોને તેમાં આવરવામાં આવ્યા છે.

આ પ્રોજેકટથી ઓળખાયેલા સંશાધન કાર્યક્ષમ પગલાં પર એમએસએમઈમાં વિવિધ ટેકનોલોજી અમલીકરણો આકાર પામશે. આ એકિસબિશન બી૨બી ચર્ચા-સંવાદો, વિક્રેતા જોડાણ અને જીવંત પ્રદર્શનોને સુલભ બનાવવા માટે એમએસએમઈ અને ટેકનોલોજી પ્રદાતાઓને એક મંચ પર લાવ્યા.

બી૨બી મીટ કમ એકિસબિશનમાં ઉર્જા અને સંશાધન કાર્યક્ષમતા યંત્ર સંલગ્ન ઈજનેરી ઉદ્યોગો, પ્લાસ્ટિક ઉદ્યોગો માટે સર્વો ટેકનોલોજી સોલ્યુશન્સ, ફાઉન્ડ્રી અને ફોર્જિંગ ઉદ્યોગો માટે કાર્યક્ષમ ટેકનોલોજી, કોમ્પ્રેસ્ડ એર સોલ્યુશન્સ, સ્ટીમ યુઝર્સ માટે ઉર્જા કાર્યક્ષમ પગલાં, કૂલિંગ સોલ્યુશન્સ, ઉત્પાદકતા સુધારવા માટે ઈન્ટરનેટનો સૂચિત વિકાસ, ખરાબ પાણીના ઉકેલો અને ઝેડએલડી સોલ્શુયન્સ, એનર્જી એફિશન્સી પમ્પ સેટ્સ, મીટરિંગ ડીવાઈસિસ, સ્માર્ટ મીટર, ઉર્જા કાર્યક્ષમ ઉપકરણો, સોલર પીવી અને થર્મલ સીસ્ટમ્સ, હોટ ફેસ ઈન્સ્યુલેશન સોલ્યુશન્સ, પ્લાસ્ટિક માટે ઓટોમેશન અને કન્ટ્રોલ સીસ્ટમ્સ, ફાઉન્ડ્રી અને ફોર્જિંગ ઉદ્યોગો, વેસ્ટ હીટ રીકવરી સોલ્યુશન્સ અને ઈલેકિટ્રકલ સીસ્ટમ્સની વીજ ગુણવત્તા સુધારવા માટેના અન્ય ઉકેલો જેવા સમૂહો સાથે સંબંધિત ટેકનોલોજી અને ઉકેલો દર્શાવવામાં આવી હતી. ટેકનોલોજી પ્રદાતાઓ ટેકનોલોજીના ફાયદા સમજી શકે તે માટે આ એકિઝબિશનમાં એમએસએમઈ વચ્ચે પ્રત્યક્ષ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.

(4:32 pm IST)