રાજકોટ
News of Tuesday, 19th February 2019

બોગસ ડોકટર બની માનવ જીંદગી સાથે ચેડા કરતા આરોપીની જામીન અરજી રદ

લોકોના જીવન સાથે ચેડા કરનારને જામીન આપી શકાય નહીં

રાજકોટ તા ૧૯ : માનવ જીંદગી સાથે ચેડા કરી ડોકટર તરીકેની ખોટી ઓળખ ઉભી કરી, ડીગ્રી ન હોવા છતાં  દર્ર્દીઓને દવા આપી ગુનો કરવા અંગે પકડાયેલ અમદાવાદની  જલપરી  સોસાયટીમાં રહેતા ભુપેન્દ્ર સુરજભાન રાવતે  જામીન પર છુટવા કરેલ  અરજીને સેશન્સ કોર્ટે રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આ કામના આરોપી નં.૧ રફીક અઝીઝભાઇ લીંગડીયા  રહે. રાજકોટવાળાએ ખોટા  સર્ટી તથા ખોટી ડીગ્રી ખરીદી, ડોકટર તરીકેની ખોટી ઓળખ ઉભી કરેલી અને આરોપી  ભુપેન્દ્રકુમાર   સુરજભાન રાવતે યુ.પી. આગ્રા  ખાતે બોગસ સર્ટીફીકેટ બનાવેલ, તેમજ પોતાના ટ્રસ્ટી મેડીકલ કાઉન્સીલ માન્ય ન  હોવા છતાં  દર વર્ષે રીન્યુ કરી  નજીવો લાભ લઇ આરોપીઓને મદદ કરી મેડીકલ સર્ટી ઉભુ કરેલ અને દર્દીઓને ખોટી દવા આપી ચેડા કરેલ છે. આરોપીઅ ે જંગલેશ્વર,  હુડકોમાં દવાખાનું ખોલી દર્દીઓને દવા આપતો હતો.

હાલના કામે તપાસ ચાલુ છે, હાલના આરોપી  પાસે ૬૭ જેટલી એલોપેથીક દવાઓ પંચનામાની રૂએ કબજે કરેલ છે. હાલના આરોપીએ ખોટા આર્થીક લાભ લેવા ખોટા ડીગ્રી સર્ટીફીકેટ બનાવી, અમલમાં લઇ  ગુન્હો કરેલ છે. તેમજ મેડીકલ કાઉન્સીલમાં માન્ય ન હોવા છતાં ખોટી ડીગ્રી અને   ટ્રસ્ટ ઉભુ  કરેલ છે. અને આરોપી ભુપેન્દ્રકુમાર રાવત  ઉપર પણ  અગાઉ  આજ પ્રકારનો ગંભીર ગુન્હો છે.  ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ આરોપીની જામીન અરજી નામંજુર કરેલ તેવી રજુઆત સરકારી વકીલ સમીર ખીરાએ કરેલે .

એડીશ્લન સેશન્સ જજશ્રી ટી.એસ. બ્રહ્મભટ્ટે  આરોપીની  રેગ્યુલર જામીન અરજી રદ કરી હતી. આ કામમાં સરકાર તરફે સમીર ખીરા રોકાયા હતા.

(4:25 pm IST)