રાજકોટ
News of Tuesday, 19th February 2019

સફાઇ કામદારો અને પંચાયત આરોગ્ય કર્મચારીઓના અણઉકેલ પ્રશ્નો સંદર્ભે કાલે બસપાના ધરણા પ્રદર્શન

રાજકોટ તા. ૧૯ : સફાઇ કામદારોના પ્રશ્નો અંગે બહુજન સમાજ પાર્ટી દ્વારા કાલે નવી કલેકટર કચેરી સામે જુની પ્રોહીબીશનની કચેરીની દિવાલ સામે, જી.ટી.શેઠ હોસ્પિટલવાળા રોડ ખાતે ધરણા પ્રદર્શન કરાશે.

મહાનગરપાલીકામાં નોકરી કરતા સફાઇ કામદારોના પડતર પ્રશ્નોનું ૨૫ વર્ષેય નિરાકરણ આવેલ નથી. કાયમી કરવાની વાત અધ્ધરતાલ રાખી દેવાઇ છે.

આવુ જ જિ.પં. આરોગ્ય કર્મચારીઓનું છે. પુરતુ વેતન આપવાને બદલે જુદા જુદા તહેવારોની ઉજવણીના કામોમાં જોડી દઇ શોષણ કરવામાં આવી રહ્યુ હોય તેમના ન્યાય માટે પણ બસપા કાલે અવાજ ઉઠાવશે

કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદી થયેલ જવાનો માટે બે મીનીટ મૌન પાડી શ્રધ્ધાંજલી અપાશે.

આ ધરણા પ્રદર્શનને સફળ બનાવવા બહુજન સમાજ પાર્ટીના ઝોન કોર્ડીનેટર અર્જુનભાઇ ચૌહાણ, કિરણભાઇ મકવાણા, શહેર પ્રમુખ એડવોકેટ ભવાનભાઇ ગોહેલ, જિલ્લા પ્રમુખ અજય સારીખડા, શહેર ઉપપ્રમુખ જોગાભાઇ રાતડીયા, જિલ્લા ઉપપ્રમુખ ડો. પ્રકાશ ચાવડા, શહેર મહામંત્રી આરીફ તંબોલ, ખજાનચી જયંતીભાઇ સોલંકી, જિલ્લા ખજાનચી અશ્વિનભાઇ ચૌહાણ, વિધાનસભા ૬૮ ના પ્રમુખ વાસુદેવ સોલંકી, ઉપપ્રમુખ શરદભાઇ સરૈયા, જિલ્લા મહામંત્રી વરજાંગભાઇ સોહલા, વિનોદ મકવાણા, કલ્પેશ ટાંક, અમીન રૂપાણી, નરેશ પરમાર, પ્રવિણભાઇ વાળા, અશોક પરમાર, અનિલ પરમાર, કિશોર પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:24 pm IST)