રાજકોટ
News of Tuesday, 19th February 2019

સીતારામ સોસાયટીમાં કામધંધો કરવાનું કહેતા મોટાભાઇને નાનાભાઇએ માર માર્યો

ધર્મેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદઃ નાનાભાઇ અજયસિંહ ઉર્ફે બાપુડીની ધરપકડ

રાજકોટ તા.૧૯: એંસી ફુટ મેઇન રોડ પર સીતારામ સોસાયટીમાં કામધંધો કરવા બાતે મોટાભાઇને નાનાભાઇએ માર માર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સીતારામ સોસાયટી શેરીનં. ૧૦માં રહેતા ધર્મેન્દ્રસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા (ઉ.વ.૨૭) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેના નાનાભાઇ અજયસિંહ ઉર્ફે બાપુડી અનિરૂદ્ધસિંહ જાડેજા (ઉ.વ.રર)ને કામધંધો કરવાનું કહેતા અજયસિંહ ઉર્ફે બાપુડીએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી ગડદાપાટુનો તથા લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ અંગે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ સુભાષભાઇ ડાંગરે અજયસિંહ ઉર્ફે બાપુડી અનિરૂદ્ધસિંહ જાડેજા (ઉ.વ.રર) (રહે. સીતારામ સોસાયટી)ની ધરપકડ કરી હતી.

(4:23 pm IST)