રાજકોટ
News of Tuesday, 19th February 2019

જનરલ બોર્ડમાં પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબાની ચર્ચા અટકાવી પૂર્ણ કરાતા હોબાળોઃ બજેટ બહુમતીએ મંજુર

રાજકોટઃ ગત સપ્તાહે સ્ટેન્ડીંગ કમિટીએ મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૯-૨૦નું ૨૧.૨૬ અબજનું બજેટ મંજુર કરવા આજે સવારે ૧૧ વાગ્યે મ્યુ. કોર્પોરેશન કચેરીના બીજા માળે આવેલ રમેશભાઈ છાયા સભાગૃહમાં મેયર બિનાબેન આચાર્યની અધ્યક્ષતામાં જનરલ બોર્ડનો પ્રારંભ થયો હતો. આ બોર્ડના પ્રારંભે સ્ટે. ચેરમેન ઉદયભાઇ કાનગડે સભ્યો સમક્ષ બજેટ રજુ કર્યુ હતું. બાદ વિપક્ષી નેતાએ બજેટનો પ્રતિભાવ આપ્યો હતો. જયારે પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા દ્વારા બજેટ અંગે ચર્ચા ચાલી રહેલ ત્યારે તેની ચર્ચા અધવચ્ચે અટકાવતા હોબાળો મચી જવા પામ્યો હતો. અને સભા અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્યએ બોર્ડની બેઠક પૂર્ણ જાહેર કરી હતી. તમામ દરખાસ્તો બહુમતીએ મંજુર કરવામાં આવી હતી. આ બોર્ડમાં ૨ થી ૩ કલાક બજેટની ચર્ચા બન્ને પક્ષના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી હતી. તેમજ આ બોર્ડમાં ભાજપના ૫ તથા કોંગ્રેસના ૩ સભ્યો ગેરહાજર રહ્યા હતા (તસ્વીરઃ અશોક બગથરીયા)(૨-૨૭)

(4:20 pm IST)