રાજકોટ
News of Tuesday, 19th February 2019

રાજકોટ બાર એસો. દ્વારા ત્રણ માસ માટે સ્વીમીંગ કેમ્પનું આયોજન

રાજકોટ તા.૧૯ : રાજકોટ બાર એસોસીએશન આયોજીત તા.૧-૩-ર૦૧૯ થી ૩ માસ સુધી રાજકોટ રેસર્કો સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના નિયમ મુજબ  થતી ધોરણસર ફી રૂ. ૬૭૦ તથા આધાર કાર્ડતા બે ફોટા જે કોઇ રસ ધરાવતા વકીલ મિત્રોની ઇચ્છા હોય તેઓએ રાજકોટ બારની લાયબ્રેરીમાં જમા કરાવવા વિનંતી તેમજ વધુમાં જણાવવામાં આવે છે કે વધુમાં વધુ સંખ્યા ૧પ૦ લેવાની તારીખ હોય વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવી જવા વિનંતી છે. રસ ધરાવતા વકીલશ્રીઓએ પોતાના નામ તા.ર૬-ર-ર૦૧૯ના રોજ સાંંજના પ કલાક સુધીમાં પોતાના નામ નોંધાવી જવા વિનંતી છે.

ઉપરોકત સ્વીમીંગ કેમ્પમાં રાજકોટ બારના ગોલડ મેડાલીસ્ટ શ્રી રોહીતભાઇ બી. ઘીાા સેવા આપશે તેમ બાર એસો.ની યાદીમાં જણાવાયું છે.

(4:04 pm IST)