રાજકોટ
News of Tuesday, 19th February 2019

રૂખડીયાપરાના ફકીર ફઇ-ભત્રીજીને બે કોળી બંધુ પકો અને બલી ભગાડી ગયા!

એક ભાઇને ફઇ સાથે અને બીજા ભાઇને ભત્રીજી સાથે પ્રેમ હતોઃ ૧૭મીએ મોડી રાત્રે બનાવઃ અપહરણનો ગુનોઃ સગીરાના અપહરણમાં તેની ફઇનું પણ આરોપીમાં નામ

રાજકોટ તા. ૧૮: રૂખડીયાપરામાં હાજીપીરની દરગાહ પાસે કેજીએન પાન પાછળ રહેતાં ફકીર યુવાનની ૧૫ વર્ષની સગીર દિકરી મહેંદી અને તેની કોૈટુંબીક ફઇ રેહાના અલારખા શાહમદાર ગાયબ થતાં તપાસ બાદ આ બંનેને લત્તામાં જ રહેતાં બે સગા કોળી ભાઇઓ પ્રકાશ ઉર્ફ પકો રમેશભાઇ ખાંટ અને તેનો ભાઇ જયેશ ઉર્ફ બલી રમેશભાઇ ખાંટ ભગાડી ગયાનું ખુલતાં ફરિયાદ નોંધાવાઇ છે. સગીરાને ભગાડવામાં તેની ફઇ રેહાનાએ મદદ કરી હોઇ તેને પણ ખાંટ બંધુ સાથે આરોપીમાં સામેલ કરવામાં આવી છે.

બનાવ અંગે પોલીસે મહેંદીના પિતા હસનભાઇ શાહમદારની ફરિયાદ પરથી રેહાના શાહમદાર, પ્રકાશ ઉર્ફ પકો ખાંટ અને જયેશ ઉર્ફ બલી ખાંટ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે. હસનભાઇના કહેવા મુજબ તેને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. ૧૬-૧૭ની મોડી રાત્રે પોતે લઘુશંકા માટે ઉઠ્યા ત્યારે ૧૫ વર્ષની દિકરી મહેંદી પથારીમાં જોવા ન મળતાં તેણે પોતાના પત્નિને જગાડી તપાસ કરી હતી. 

બાદમાં હસનભાઇએ તેમના સગા મામા અલ્લારખાભાઇ કે જે બાજુમાં જ રહે છે તેને ત્યાં તપાસ કરતાં તેની દિકરી રેહાના (ઉ.૨૦) પણ ઘરમાં જોવા મળી નહોતી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે રેહાના તથા મહેંદીને પડોશમાં જ રહેતાં જયેશ ઉર્ફ બલી ખાંટ અને પ્રકાશ ઉર્ફ પકો ખાંટ સાથે પ્રેમસંબંધ હોવાની અને આ બંને જ ઘગાડી ગયાની ખબર પડી હતી. શોધખોળ બાદ પોલીસને જાણ કરતાં પ્ર.નગરના પી.આઇ. બી. એમ. કાતરીયા અને ટીમે તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(4:03 pm IST)