રાજકોટ
News of Tuesday, 19th February 2019

હાથનું કાંડુ ગુમાવ્યું હોય તો ચીંતા કરશો નહિઃ મણીયાર ટ્રસ્ટના કેમ્પમાં પહોંચી જજો

અરવિંદભાઇ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને રોટરી કલબનો નિઃશુલ્ક કેમ્પ : ૧લી માર્ચ એલએન૪ કૃત્રિમ હાથનો કેમ્પઃ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી

 રાજકોટઃ તા.૧૯, આગામી તા.૧લી માર્ચે અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા તથા રોટરી કલ્બ ઓફ જામનગર રો. મોહનકુમાર રોટરી કલબ ઓફ બેંગ્લોર (સેન્ટેનીયલ) એલેનમેડોઝ પ્રોસ્થેટીક હેન્ડ ફાઉન્ડેશન (યુએસએ)ના સહયોગથી સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ નિઃશુલ્ક કેમ્પનું આયોજન  કરવામાં આવ્યું છે.

  સામાન્ય રીતે કોઈ વ્યકિતએ અકસ્માતે પગ ગુમાવ્યો હોય તો તેને કૃત્રિમ પગ બેસાડી આપવામાં આવે છે. તેવી જ રીતે હવે કૃત્રિમ હાથ પણ શકય બન્યો છે. અકસ્માતે જેમણે હાથ ગુમાવ્યો હોય તેવી વ્યકિતને LN4 કૃત્રિમ હાથ અત્યંત ઉપયોગી નીવડી શકશે.

LN4 કૃત્રિમ હાથ જે તદન નિઃશુલ્ક મેળવી શકાશે. શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અને રોટરી કલબ ઓફ જામનગર તથા રો.મોહનકુમાર રોટરી કલબ ઓફ બેંગ્લોર (સેન્ટેનીયલ), એલેન  મેડોઝ, પ્રોસ્થેટીક હેન્ડ ફાઉન્ડેશન (યુએસએ)ના સહયોગથી તા.૧લી માર્ચે શુક્રવારે હોટલ પેટ્રીઆ સ્યુટસ એરપોર્ટ રોડ રાજકોટ ખાતે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

  LN4 કૃત્રિમ હાથ આધુનિક, વજનમાં હળવો અને ટકાઉ હોય છે. તે લગાવ્યા પછી મોટાભાગના દૈનિક કાર્યો સરળતાથી કરી શકાય છે. ડ્રાઈગ કરી શકાય, કાંટા ચમચી વડે જમી શકાય. મગ પકડી શકાય. કોઈ પણ પીણું પી શકાય, કાર, સ્કુટર સાયકલ પણ ચલાવી શકાય છે.

કૃત્રિમ હાથ માટેના કેમ્પમાં દર્દીએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન માટે લાભાર્થીઓએ હાથ તથા મોટું દેખાય તે પ્રમાણે ફોટો, નામ, ઉમર, સરનામું તથા ફોન નંબર વગેરે વિગતો લખી વોટસએપમાં મોકલી આપવી. આ માટે રો.શરદ શેઠ મો.૯૪૨૬૭ ૩૩૦૫૫ તથા રો.ભરત અમલાણી મો.૯૪૨૬૭ ૩૦૭૩૧ પર સંપર્ક કરવો.

રાજકોટ સૌપ્રથમ યોજાઈ રહેલા કેમ્પની સફળતા માટે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટનાં કલ્પકભાઈ મણીઆર (મો.૯૪૨૮૨ ૧૧૧૧૧) ડો.વલ્લભભાઈ કથીરીયા (મો.૯૪૨૬૯ ૧૮૯૦૦) નિલેશભાઈ શાહ (મો.૯૪૨૮૨ ૦૭૨૭૨) જયંતભાઈ ધોળકીયા (મો.૯૪૨૮૨ ૦૩૬૩૬) કાર્યરત છે.

તસ્વીરમાં સર્વેશ્રી શરદભાઇ શેઠ, જયંતભાઇ ધોળકીયા, નિલેશભાઇ શાહ, રાજુલભાઇ દવે, પ્રભાતભાઇ ડાંગર, જાહન્વીબેન લાખાણી, હસુભાઇ ગણાત્રા, ભુપેન્દ્રભાઇ શાહ, લક્ષ્મણભાઇ મકવાણા અને અશોકભાઇ રાવલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૩)

(3:55 pm IST)