રાજકોટ
News of Tuesday, 19th February 2019

મોચી બજાર પાસેથી બલુ વારૈયા ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

રાજકોટ :  શહેરના ભોમેશ્વર શ્રમજીવી સોસાયટીમાં રહેતા પંકજભાઇ કીશનભાઇ માણેક (ઉ.વ. ૨૯) નું છ દિવસ પહેલા બાઇક ચોરાઇ જતા આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ  હોઇ, આ સંદર્ભે પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલેે સુચના આપતા  એ ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એન.કે. જાડેજા  તથા  પી.એસ.આઇ. વી.એમ. ડોડીયા, હેડ કોન્સ. પ્રવીણભાઇ જીલરીયા, અશ્વીનભાઇ કાનગડ અને કલ્પેશભાઇ  બોરીચા  સહિત ે હાઇવે  પ્રોજેકટના સીસીટીવી કેમેરા ના કુટેજ મેળવી તપાસ કરતા મોચી બજાર મચ્છી માર્કેટ પાસે ગુમાનસિંહજી શોપીંગ સેન્ટરની પાછળના ભાગે એક  શખ્સ શંકાસ્પદ  જણાતા પોલીસે તેને તાકીદે પકડી લઇ નામ પુછતા તેણે પોતાનું નામ બલુ દેવજીભાઇ વરૈયા (ૈઉ.વ. ૨૬) (રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર, મોમાઇનગર મુળ ગાંધીધામ,કચ્છ) નામ આપ્યું હતું  અને તેની પુછપરછ કરતા પોતાની પાસેનું બાઇક છ દિવસ પહેલા મોચી બજાર મચ્છી માર્કેટ પાસેથી  ચોર્યાની કબુલાત આપતા તેની ધરપકડ કરી હતી.

(3:49 pm IST)