રાજકોટ
News of Tuesday, 19th January 2021

રામ મંદિર માટે ધન સમર્પણ સમારોહ

અયોધ્‍યામાં રામ ભગવાનનું મંદિર નિર્માણ કરવા ધન સમર્પણ કાર્યક્રમો ચાલી રહ્યા છે તેના ભાગરૂપે વર્ધમાન બસ્‍તીમાં રૂા. સાત લાખ સતાવન હજાર, લક્ષ્મી વિસ્‍તારમાં રૂા. પાંચ લાખ, મારૂતિ વિસ્‍તારમાં રૂા. ચાર લાખ પંચાવન હજાર, રણછોડનગર વિસ્‍તારમાં રૂા. પાંચ લાખ, નટરાજ વિસ્‍તારમાં રૂા. ચાર લાખ પંચાણુ હજાર મળી કુલ રૂા. ૨૮,૫૬,૦૦૦ જેવી રકમ બે દિવસમાં એકત્ર થઇ હતી. ભારત માતા કી જય, વંદે માતરમ સ્‍લોગન સાથે આરંભાયેલ આ કાર્યક્રમમાં આર્ષ વિદ્યામંદિરના સંતશ્રી પૂ. પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, તાત્‍કાલીક હનમાન મંદિર કાલાવડ રોડના મહંતશ્રી ગીરીબાપુ, રણુજાના મહંતશ્રી રઘુનાથગીરીબાપુ, હનુમાન મંદિર ત્રિલોકધામના મહંત પૂ. સેવાદાસ બાપુ, વિશ્વ હિન્‍દુ પરિષદના નિતેશ કથીરીયા, હસુભાઇ ચંદારાણા, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સૌરાષ્‍ટ્ર પ્રાંતના પ્રાંત સંઘચાલક મુકેશભાઇ મલ્‍કાણ, નરેન્‍દ્રભાઇ દવે, પંકજભાઇ રાવલ, મહાનગર સંઘચાલક ડો. જીતેન્‍દ્ર અમલાણી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. દાન સમર્પણ કરનાર ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, જયોતિન્‍દ્રભાઇ મહેતા, રાહુલભાઇ મહેતા, ગીરીશભાઇ ભટ્ટ, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી, દીપકભાઇ રાઘવાણી, દેવાંગભાઇ માંકડ, જયમીન ઠાકર, ડો. દર્શીતાબેન શાહ, પુરૂષાર્થ યુવક મંડળના કિશોરભાઇ રાઠોડ, પરેશભાઇ પીપળીયા, જયંતિભાઇ કાકડીયા ખોડીયાર જવેલર્સ, દિનેશભાઇ આર.એમ. જવેલર્સ, વલ્લભભાઇ દુધાત્રા, જયેન્‍દ્રભાઇ બાબુભાઇ હીરાણી, હસુભાઇ વિરાણી, ચિરાગભાઇ રાજાણી, મુકેશભાઇ ધનસેતા, બાપા સીતારામ ગ્રુપ રણછોડનગર, ભોજલરામ ગ્રુપ રણછોડનગર, ડો. નરશીભાઇ મેઘાણી, વિનુભાઇ ધવા, હિરેનભાઇ ગોસ્‍વામી, મહાદેવભાઇ પટેલ, પરેશભાઇ પરમા, રાજેશભાઇ રૈયાણી, હિતેનભાઇ પટેલ, ચિરાગભાઇ મનાણી, જયભાઇ મનાણી, ડો. ઋચીબેન અશોભાઇ મકવાણા, જયેશભાઇ ચાવડા, જયોત્‍સનાબેન ચોટલીયા, જયેશભાઇ ચાવડા, જશરાજભાઇ ખંડેલવાલા, ભીમભાઇ સોનારા, શ્‍યામ ઇલેકટ્રીક વર્કસ, રાજેશભાઇ પીલ્લાઇ, વિક્રમભાઇ પરમાર, હિન્‍દુ જાગરણ મંચ, વિજયભાઇ કથીરીયા, કીરીટભાઇ રાઠોડ, સુધાભા દિલીપસિંહ રેવર, સુરજબા ગોવિંદસિંહ તલાટીયા, સંજયભાઇ અકબરી, જતીનભાઇ રમણીકલાલ રાઠોડ વગેરે ઉપસ્‍થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક અશોકભાઇ મકવાણા, રાજેશભાઇ લીંબાસીયા, રાજુભાઇ પરમાર, ધીરજભાઇ બોરડ, રમેશભાઇ રાઠોડ, જયેશભાઇ કાનાબાર, ગૌરાંગભાઇ શુકલ, વિરમભાઇ સાબડા, બાદલભાઇ સોમમાણેક, સુશીલભાઇ પાંભર વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(4:18 pm IST)