રાજકોટ
News of Tuesday, 19th January 2021

શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં ૨૨ નિષ્‍ણાંત અનુભવી તબીબોની નિમણુંક

ડો. ગૌરાંગ પટેલ, ડો. જીતેન્‍દ્ર અમલાણી, ડો. કિરીટ ધોળકીયા, ડો. મૌલીક શીણોજીયા સહિતના તબીબોની સેવા

રાજકોટઃ શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્‍ટ દ્વારા ૨૧ કરોડના માતબર ખર્ચે સમગ્ર સૌરાષ્‍ટ્ર કરછના દરિદ્ર નારાયણના લાભાર્થે અત્‍યાધુનિક માનવતાવાદી હોસ્‍પિટલનુ સેવા અર્પણ થવા જઇ રહ્યુ છે તેની જ પૂર્વ હોસ્‍પિટલના ટ્રસ્‍ટી મંડળ દ્વારા ર૨ નિષ્‍ણાંત તબીબોની નિમણુંક કરવામા આવી છે.

 ડો. ગૌરાંગ પટેલ (એમ.ડી. - મેડિસિન) કે જેઓ ડાયાબિટીસ, થાયરોઇડ, વર્તમાન સમસ્‍યા કોરોના, તમામ પ્રકારના આવતા તાવ, બી.પી. જેવા રોગોના સારવારમાં નિપુણતા પાપ્ત કરેલ છે. તેમણે અત્‍યાર સુધીમાં ર૫૦૨ થી વધારે દર્દીઓને તપાસેલ છે. તેઓ સોમથી શનિ સમય સવારે ૯ થી ૧૦ અને બપોરે ૩.૩૦ થી સાંજે ૬ વાગ્‍યા સુધી મળી શકશે. સામાન્‍ય રીતે રાજકોટમાં એમ.ડી. ફિઝિશ્‍યન પ્રથમ વખત નિદાન કરવાના જે ચાર્જ લે છે તેના કરતા માત્ર ૧૦ ટકા ચાર્જમાં એટલે કે ૫૦ રૂપિયામાં પંચનાથ ટ્રસ્‍ટની હોસ્‍પિટલમાં નિદાન કરવામાં આવે છે.

 ડો. જીતેન્‍દ્ર અમલાણી (એમ.એસ. - એમ.સી.એચ. - યુરોલોજી) તેઓ દૂરબીનથી યુરિનની પથરીની, પ્રોસ્‍ટેટની, કિડની, પ્રોસ્‍ટેટ, યુરિનની કોથળીની કૅન્‍સરની સારવાર,સ્ત્રીઓને થતા યુરિન લીક કે વારંવાર થતી રાશિની સમસ્‍યા, બાળકોના યુરિન કે કિડનીના રોગો, પુરુષોના વ્‍યંધતવના રોગો, પડખાંનો દુખાવો, તેમજ વારંવાર થતી પથરીની બીમારીની સારવાર અને માર્ગદર્શન આપવાના નિષ્‍ણાંત છે. તેમની કારકિર્દી દરમ્‍યાન ૧૦૦૦૦ થી વધુ સર્જરી કરેલ છે. તદુપરાંત ભુજ અને મહુવામાં સેવા આપવા બદલ યુરોલોજી સોસાયટી ઓફ ઇન્‍ડિયા દ્વારા ગોલ્‍ડ મેડલ એનાયત કરેલ છે. તેઓ દર શનિવારે સાંજે ૪ થી પ વાગ્‍યા સુધી મળી શકશે. ડો. જીતેન્‍દ્ર અમલાણીના માર્ગદર્શન પ્રમાણે યુરોલોજી તેમજ નેફોલોજી ડીપાર્ટમેન્‍ટ ચલાવવામાં આવશે.

ડો. કિરીટ ધોળકીયા (એમ.બી. બી.એસ.) તેઓ ૪૦૦ વર્ષથી પણ વધુ સમયથી જનરલ ડોક્‍ટર તરીકે પ્રેકટીસ કરી રહ્યા છે પરીણામે તાવ, શરદી, ઉધરસ, મલેરિયા, ડેન્‍ગ્‍યુ, ટાઇફોઇડ જેવા રોગોના નિષ્‍ણાંત છે. તેમણે ૧૮૭૨૨ થી વધુ દર્દીઓને તપાસેલ છે. તેઓ સોમથી શનિ સમય સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ અને બપોરે ૪ થી સાંજે ૬ વાગ્‍યા સુધી મળી શકશે.

 ડો. મૌલિક શીણોજીયા (એમ.બી. બી.એસ. - ડી.વી.ડી) કે જેઓ ચામડીના જટિલ અને હઠીલા રોગો જેવા કે સફેદ ડાઘ, ખીલના ડાઘ, વાળની સમસ્‍યા (ખરતા વાળ, સફેદ વાળ, પાતળા વાળનું સચોટ નિદાન તથા સારવાર) ઝડપથી અને સચોટ કરી આપે છે. તેમણે ૨૧૮૪૪ થી વધુ દર્દીઓને તપાસેલ છે. તદુપરાંત ડઢાણીયા નામના ભાઈને સફેદ ડાઘ હતો તે સારવાર દ્વારા મટાડેલ છે. તેઓ સોમથી શનિ સમય બપોરે ૩ થી પ વાગ્‍યા સુધી મળી શકશે.

 ડો. સુકેતુ ભપલ (એમ.એસ. ઓપ્‍થલ) કે જેઓ આંખના નંબર, મોતિયા, પ્રેશર, પડદા, જામર, વેલની તપાસ તેમજ મોતિયાના ઓપરેશન સચોટ કરી આપે છે. તેમણે ૧૧૨ મોતિયાના ઓપરેશન કરેલ છે. તેમાંથી દાતાશ્રીઓ તરફથી મળેલ દાનથી ૭૦ જેવા ઓપરેશન નિઃશુલ્‍ક કરી આપેલ છે. નોંધનીય બાબત એ છે કે અત્‍યાર સુધી કરેલા તમામ ઓપરેશન બાદ કોઈપણ દર્દીને કોઈપણ પ્રકારની તકલીફ કે આડ અસર થઈ નથી. મહાદેવની કળપાથી ૧૦૦ ટકા ઓપરેશન સફળ થયા છે.

ડો.કેલ્‍વિન વૈશ્‍નાણી (એમ.બી.બી.એસ. - ડી.એન.બી. - ઓર્થો) હાડકાના રોગોના નિદાનમાં નિપુણતા ધરાવે છે. ગોઠણની ઢાંકણીનો ઘસારો, સોજો, દુખાવો, ઢાંકણી બદલાવવી, અકસ્‍માતમાં હાડકામાં થયેલી નાની મોટી ઈજાઓ, ટ્રોમામાં થયેલી ઈજાઓ, સ્‍પાઇનને લગતી બીમારીઓના નિદાન કરવામાં નિષ્‍ણાંત છે. તેમણે ૧૯૫૫ થી વધારે દર્દીઓને તપાસેલ છે. તેઓ સોમવાર થી શનિવાર સુધી સવારે ૯ થી ૧૦ અને સાંજે ૪ થી પ વાગ્‍યા સુધી નિયમિત રીતે મળી શકશે.

ડો. કળણાલ કુંદડીયા (એમ.બી.બી.એસ. - એમ.એસ. - ડી.એન.બી.) તેઓ યુરિનની કોથળીની કેન્‍સરની સારવાર,સ્ત્રીઓને થતા યુરિન લીક કે વારંવાર થતી રાશિની સમસ્‍યા, દૂરબીનથી યુરિનની પથરીની, પ્રોસ્‍ટેટની, કિડની, પ્રોસ્‍ટેટ, પુરુષોના વ્‍યંધતવના રોગો, પડખાંનો દુખાવો, તેમજ વારંવાર થતી પથરીની બીમારી, બાળકોના યુરિન કે કિડનીના રોગો સારવાર અને માર્ગદર્શન આપવાના નિષ્‍ણાંત છે. તેમણે ૩૪૫૫ થી વધારે દર્દીઓને તપાસેલ છે. તેઓ મંગળ, ગુરુ અને શનિવાર સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ વાગ્‍યા સુધી નિયમિત રીતે મળી શકશે. ડો. કળણાલ કુંદડીયાના દર્દીના અનુભવની વાત કરીએ તો એક દર્દીને આશરે ૧૨ વર્ષથી કિડનીની તકલીફ હતી પંચનાથ હોસ્‍પિટલમાં આવીને આ દર્દીએ ડો. કળણાલ પાસેથી દવા કરાવતા માત્ર ૧૫ દિવસના સમયગાળામાં તેમની ૧૨ વર્ષ જૂની તકલીફ દૂર થયેલ. અને પંચનાથ હોસ્‍પિટલને લખેલ પત્રમાં નીચે મુજબની ર લીટી લખી તેમનો રાજીપો વ્‍યક્‍ત કરેલ.

આવ્‍યા તા માત્ર મોરપિચ્‍છની શોધમાં,અમને તો પૂર્ણ કળષ્‍ણ મળી ગયો

 ડો. પ્રતીક અમલાણી (એમ.એસ. - જનરલ સર્જરી - ડી.એન.બી. યુરોલોજી) તેઓ પુરુષોના વ્‍યંધતવના રોગો, પડખાંનો દુખાવો, તેમજ વારંવાર થતી પથરીની બીમારી, બાળકોના યુરિન કે કિડનીના રોગો, યુરિનની કોથળીની કૅન્‍સરની સારવાર,સ્ત્રીઓને થતા યુરિન લીક કે વારંવાર થતી રાશિની સમસ્‍યા, દૂરબીનથી યુરિનની પથરીની, પ્રોસ્‍ટેટની, કિડની, પ્રોસ્‍ટેટ, સારવાર અને માર્ગદર્શન આપવાના નિષ્‍ણાંત છે. તમને ૧૦૧૧૨ થી વધારે સર્જરી કરેલ છે.

 ડો. મુકુંદ વિરપરિયા (એમ.ડી. - ડી.એમ. - ગૅસ્‍ટ્રોએન્‍ટ્રોલોજી) તેઓ પેટ, આંતરડા, લીવર, સ્‍વાદુપિંડ, પિત્તાશય અને પિત્તનળીના રોગો તથા કૅન્‍સરના રોગોનું સચોટ નિદાન, અન્નનળીની મોટિલિટી, અસાધ્‍ય એસિડિટી અને હઠીલા કબજિયાતના રોગોનું સચોટ નિદાન, વારંવાર થતો કમળો, ઝેરી કમળો, લોહીની ઉલ્‍ટી, અને લોહીના ઝાડાની સારવાર, લીવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટનું માર્ગદર્શન, લીવર સિરોસીશનું સચોટ નિદાન અને સારવાર, કરવા માટે સારો એવો અનુભવ પ્રાપ્ત કરેલ છે. તેઓ દર સોમવાર થી શનિવાર સુધી સાંજે ૪ થી પ મળી શકશે. તેમણે ૧૦૭૫ થી વધુ દર્દીઓને તપાસેલ છે.

 ડો.પ્રવીણ ગોજીયા (એમ.ડી. - પેથોલોજી) તેઓ બ્‍લડ તથા યુરિન પરીક્ષણના નિષ્‍ણાંત છે. સંપૂર્ણ કોમ્‍પ્‍યુટરાઇઝડ લેબોરેટરી ડો. પ્રવીણ ગોજીયાના ધ્‍યાન હેઠળ ચાલી રહી છે મહિને ૭૦૦૦ જેટલા સૅમ્‍પલ આ લેબોરેટરીમાં સચોટ રીતે તપાસવામાં આવે છે. હિસ્‍ટો પેથોલોજીનું કામ પણ આ લેબોરેટરી માં કરવામાં આવે છે. રાજકોટમાં સૌથી રાહત દરે કામ કરતી લેબોરેટરી માં પંચનાથ લેબોરેટરીનું નામ અવશ્‍ય અવલ નંબરે આવે. બ્‍લડ સુગર યુરિન સુગર જેવા રિપોર્ટ માત્ર રૂપિયા ૧૦ માં કરવામાં આવે છે.

 ડો. પ્રતીક ખાંડલ (એમ.એસ. જનરલ એન્‍ડ લે પ્રોસકોપીક સર્જન) કે જેઓ હરસ, ચાંદા, મસા, કપાસી, ભગંદર, સારણગાંઠ, ગુમડા, એપેન્‍ડિક્‍સ, પેશાબમાં લોહી પડવું, સ્‍વાદપિંડુ તેમજ લીવરમાં ઇન્‍ફેકશન, છાતીની (બ્રેસ્‍ટ) તેમજ બગલમાં ગાંઠ, હાથ અને પગની નસોનો વધારો, પેટનો દુખાવો તથા તેના રોગો, પિત્તની થેલીની તેમજ કિડનીની, પથરીની સારવારના નિષ્‍ણાંત સર્જન તરીકેની નામના મેળવેલ છે. તેમણે ૯૯૫ થી વધુ દર્દીઓને તપાસેલ છે. તેઓ દર મંગળ, બુધ, શુક્ર અને શનિવારે સાંજે ૪ થી પ દરમ્‍યાન મળી શકશે.

 ડો. પૂજા રાઠોડ (એમ.બી.બી.એસ. - બી.એમ.આર. - બી.ડોએન.બી.) સોનોગ્રાફી, એક્‍સ-રે અને સિટી સ્‍કેન પરિક્ષણના માહીર ગણાય છે તેમના સચોટ પરિક્ષણના કટ્ટર આગ્રહ ને કારણે ભૂલોની શકયતા નહિવત હોય તે સ્‍વાભાવિક છે. અત્‍યાર સુધીમાં ૫૦૦૦૦ થી વધુ સોનોગ્રાફીના સચોટ પરીક્ષણ કરેલ છે. તેઓ સોમવાર થી શનિવાર સુધી સવારે ૯.૩૦ થી ૨.૩૦ અને સાંજે ૪.૩૦ થી ૭.૦૦ વાગ્‍યા સુધી નિયમિત રીતે મળી શકશે. મહાદેવની કળપાથી ડો. પૂજા રાઠોડ એ કરેલ તમામ સોનોગ્રાફીમાં એકપણ દર્દીના રિપોર્ટમાં કોઈપણ પ્રકારની ચૂક થયેલ નથી. બહેનો માટે તો આ વિભાગ સ્‍વર્ગ સમાન બની ગયેલ છે અને પૂજાબેન ના હાથમાં મહાદેવની અસીમ કળપાઓ છે.  

જેમાં ડો. જુહી તેજૂરા મણિયાર કે જેઓ કાનના રોગો જેવા કે રસી, સડો, પડદામાં કાણું, હાડકી ચોંટી જવી, બહેરાશ નિવારણ, કાનમાં તમરા બોલવા, નાકના રોગો જેમાં એલર્જી, મસા, ત્રાસો પડદો, નસકોરા, સાઈનસ, માથાનો દુખાવો, નાસૂર, ગળાની સારવારમાં કાકડા, થાઇરોડ, કંઠમાળા, લાળગ્રંથિ, લસિકાગ્રંથિ, તેમજ ઘોઘરા, કર્કશ, જાડા અવાજ માટે સ્‍વરતંતુની તથા મોઢા, જીભ, જડબા, સ્‍વરપેટી, અન્નનળીના કેન્‍સર જેવા જીવલેણ રોગોનું નિદાન કરવામાં આવે છે. તેમણે ૨૩૪૨ થી વધારે દર્દીઓને તપાસેલ છે. તેઓ દર સોમવારથી શનિવાર સુધી સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ તેમજ બપોરે ૪:૩૦ થી ૬:૩૦ સુધી નિયમિત રીતે મળી શકશે.

 ડો. ધવલ કરકરે (બી.એચ. એમ.એસ.) તેઓ હોમીયોપેથી પધ્‍ધતિ દ્વારા સારવાર કરે છે. તેમણે ૫૭૦૦ થી વધુ દર્દીઓને તપાસીને દવા આપેલ છે. તેઓ દર સોમ, બુધ અને શુક્ર સવારે ૮  થી ૯  સુધી નિયમિત રીતે મળી શકશે. માત્ર રૂપિયા ૧૦૦ માં ૧૫ દિવસની હોમીયોપેથી ની દવા પણ આપવામાં આવે છે.

 ડો. નીલ વાછાણી (બી.ડી.ડી.સી.એચ - ફેલોશીપ ઇન નેનોનાટોલોજી) કે જેઓ નવજાત શિશુ અને બાળરોગના સારવારમાં રસીકરણ કમળો બાળકના વજનમાં વધારો ન થવો વારંવાર થતી બીમારીઓ જમતો જ નથી તેવી માતા-પિતાની વ્‍યાજબી ફરીયાદ તાવ સાથે સંકળાયેલી બીમારીઓ જેવી કે ડેન્‍ગ્‍યુ, મેલેરિયા, ટાઇફોઇડ, ફ્‌લુ, નિમોનીયા, ગંભીર રોગ જેવા કે ઝાડા, ઉલટી, ઉધરસ, ગળામાં કાકડા, પેટનો દુઃખાવો, આંચકી આવવી, મગજનો તાવ, એલર્જી, દમ પેશાબની  નળીમા લાગેલો ચેપ, લોહીની બીમારીઓ કેન્‍સર, (નેદાન), થાઈરોઈડ, ચામડીને લગતી બીમારીઓની સચોટ નિદાન સાથે સારવારના નિષ્‍ણાંત તબીબ તરીકે સારી એવી નિપૂણતા  પ્રાપ્ત કરેલ છે. તેમણે ૧૦૦૦ થી વધુ દર્દીઓને તપાસેલ છે. તેઓ દર સોમવારથી શનિવાર સુધી બપોરે ૪ થી ૫ સુધી નિયમિત રીતે મળી શકશે.

 ડો. જોલીકા વાછાણી (એમ.બી. બી.એસ. - ડી.વી.ડી. - સ્‍કિન) તેઓ ખીલ, સફેદ ડાઘ, સોરાયસીસ, ધાધર, ગુમડા, ખસ,અછબડા, ઓરી, કખવા જેવા ચેપી રોગો, એલર્જી જેવી કે સાબુ, પાણી, ખોરાક, દવા, કેમિકલ ને લગતી, શીળસ, ઉંદરી, ખોડો, ટાલ પડવી, જુ પડવી, ગુમડા થવા જેવા વાળના રોગો, નખના રોગો જેમકે ધાધર, આડા તેમજ બટકણા નખ, ગનોરિયા, હર્પીસ, સાયફિલિસ, રક્‍તપિત્ત, ચામડીને લગતી સર્જરીઓ જેવા રોગોની સારવાર કરવામાં નિપુણતા  પ્રાપ્ત કરેલ છે. તેમણે ૪૨૦૦ થી વધુ દર્દીઓને તપાસેલ છે. તેઓ દર સોમવાર થી શનિવાર સુધી સવારે ૧૦ થી ૧૧ નિયમિત રીતે મળશે.

 ડો. દીપલ સોલંકી (એમ.ડી. - ઓ.બી.એસ.ટી. એન્‍ડ ગાયનેક) તેઓસ્ત્રીઓને લગતા અલગ અલગ રોગોનું નિદાન કરે છે. તેમણે ૨૦૦૦ થી વધુ દર્દીઓને તપાસેલ છે. તેઓ સોમ થી શુક્ર સવારે ૧૦ થી ૧૧ અને મંગળવાર તથા શુક્રવારે સાંજે ૪ થી પ મળશે.

ડો. બંસી ઉનડકટ (બી.ડી.એસ.) જેઓ સર્ટિફાઈડ રૂટ કેનાલ નેદાનના નિષ્‍ણાંત છે. અને તેઓ ૭ વર્ષના અનુભવ ધરાવે છે.

 ડો. બંસરી જીવરાજાની (બી.ડી.એસ.) કે જેઓએ ૨૦૦૮માં સરકારી જામનગર મેડિકલ કોલેજમાંથી બી.ડી.એસ. ની ડિગ્રી  પ્રાપ્ત કરેલ છે. અને તેઓએ પોતાની ખાનગી  પ્રેકટીસ દ્વારા સારો એવો અનુભવ  પ્રાપ્ત કરેલ છે.

 ડો. બંસી ટકવાણી (બી.ડી.એસ. - એમ.ડી.એસ.) કે જેઓએ ડી. ડી. યુનિવર્સિટી માં ચાલુ શેક્ષણિક વર્ષમાં એમ.ડી.એસ. ની ઉપાધિ મેળવવામાં સફળ રહ્યા છે. તેઓએ ૩ વર્ષ  પ્રોસ્‍થોડોન્‍ટિક્‍સ તરીકે અને જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલ ખાતે ૮ માસની સેવા આપેલ છે.

 ડો. માનસી દવે ઠાકર (બી.ડી.એસ.) કે જેમણે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીની ડેન્‍ટલ કોલેજ માંથી રેન્‍ક ૪ સાથે ૨૦૧૨ માં બી.ડી.એસ. ની ડિગ્રી  પ્રાપ્ત કરેલ છે. તેઓએ રાજકોટ અને ભાવનગર ખાતે અનેક સંસ્‍થાઓમાં સેવા આપેલ છે.

ડો. સોની શાહ (બી.ડી.એસ.) કે જેમણે તાત્‍યાસાહેબ કોરે ડેન્‍ટલ કોલેજ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર (નાસિક , મહારાષ્‍ટ્ર) થી ડિગ્રી  પ્રાપ્ત કરેલ છે. તેઓ દાંતમાં થતા તમામ  પ્રકારના રોગોની સારવાર કરે છે.

 ઉપરોક્‍ત ડેન્‍ટલ ટીમ દ્વારા ૧૦૦૦૦ થી વધુ દાંતના દર્દીઓની સારવાર કરેલ છે.  શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્‍ટ ના પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડ, ઉપપ્રમુખશ્રી ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદ મંત્રી શ્રી તનસુખભાઇ ઓઝા, ટ્રસ્‍ટીશ્રીઓ ડો. વી. મહેતા, મયૂરભાઇ શાહ, વસંતભાઇ જસાણી, મહેન્‍દ્રસિંહ ગોહેલ, નિરજભાઇ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્‍યાસ, નારણભાઈ લાલકીયા, ડો. લલિતભાઈ ત્રિવેદી, મનુભાઇ પટેલ જેવા ભેખધારી સમાજ સેવકો દ્વારા  આ મંદિર સ્‍વરૂપનું હોસ્‍પિટલનું ભવ્‍ય ભવન સ્‍વચ્‍છ અને સુઘડ રહે તે માટે  પ્રયત્‍નો થઇ રહયા છે.

(4:16 pm IST)