રાજકોટ
News of Tuesday, 19th January 2021

રેલનગર સૂર્યાપાર્કમાં ૨૦ વર્ષના જીજ્ઞેશનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ ધો-૧૨માં નાપાસ થયા પછી ચિંતીત રહેતો'તો

રાજકોટઃ રેલનગર પાસેના સૂર્યાપાર્ક બી-૨માં રહેતાં જીજ્ઞેશ અશોકભાઇ વાણીયા (ઉ.વ.૨૦) નામના યુવાને બપોરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આપઘાત કરનાર જીજ્ઞેશ એક બહેનથી નાનો હતો. તેના માતા સિવિલમાં અને પિતા ખાનગીમાં સફાઇ કામદાર તરીકે કામ કરે છે. આ બંને નોકરી પર હતાં અને બહેન પણ બહાર ગઇ હતી ત્‍યારે ઘરે એકલા જીજ્ઞેશે આ પગલુ ભર્યુ હતું. પ્ર.નગરના એએસઆઇ એસ. આર. જોગરાણાની તપાસમાં ખુલ્‍યા મુજબ ધોરણ-૧૨માં નાપાસ થયા પછી તે ચિંતામાં રહેતો હોવાથી આ પગલુ ભર્યાનું બહાર આવ્‍યું છે.

(4:15 pm IST)