રાજકોટ
News of Tuesday, 19th January 2021

સોખડા - માલિયાસણ ટી.પી. સ્‍કીમ નં. ૪૧ના જમીન માલિકો સાથે રૂડાની બેઠક યોજાઇ

૧ મહિના સુધી વાંધા - સુચનો લઇ પછી સરકારની મંજુરી મંગાશે

રાજકોટ તા. ૧૯ : ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રી  દ્વારા રાજયના ઝડપી, સુઆયોજિત વિકાસના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના અધ્‍યક્ષશ્રી દ્વારા  પુર ઝડપથી સત્તા મંડળ દ્વારા સત્તામંડળ વિસ્‍તારની સૂચિત નગર રચના યોજના નં.૩૮/૨(મનહરપુર -રોણકી)નો ઇરાદો તા.૧૫/૧૨/૨૦૨૦ના રોજ જાહેર કરી માત્ર ૧ જ મહિનાની અંદર નગર રચના યોજનાનો મુસદો ઘડી તા.૧૨/૧/૨૦૨૧ના રોજ ઓનર્સ મીટીંગનું આયોજન હાથ ધરેલ ત્‍યારબાદ ખુબજ ટૂંકા સમયગાળાની અંદર એટલેકે માત્ર ૭ દિવસ બાદ જ બીજી સૂચિત નગર રચના યોજના નં.૪૧(સોખડા-માલીયાસણ)કે જેનો ઈરાદો તા.૧૫/૧૨/૨૦૨૦ ના રોજ જાહેર કરાયેલ.

હવે માત્ર ૧ જ મહિનાની અંદર નગર રચના યોજનાનો મુસદો ઘડી આજ રોજ  તા.૧૯/૦૧/૨૦૨૧ના રોજ ઓનર્સ મીટીંગનું આયોજન હાથ ધરેલ. હાલની કોવીડની પરિસ્‍થિતિ ધ્‍યાને લઈ સત્તામંડળ કચેરીના પ્રથમ માળે રાખવામાં આવેલ સૂચિત નગર રચના યોજના નં.૪૧(સોખડા-માલીયાસણ)ની ઓનર્સ મીટીંગમાં અરજદારોશ્રીએ ઉમદા રસ દાખવી યોજના અંગેની સમજુતી મેળવેલ.

આમ યોજનાની ઓનર્સ મીટીંગ અંગેનું આયોજન શાંતિ પૂર્ણ સમ્‍પન્ન થયેલ છે. હાલે અધિનિયમની જોગવાઈ અનુસાર એક માસ માટે જાહેર જનતા દ્વારા વાંધા/સૂચનો મેળવી મળેલ તમામ વાંધા/સૂચનો અંગે ગુણદોષના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ત્‍યાર બાદ સરકારશ્રીમાં અધિનયમની કલમ-૪૮ હેઠળ મંજુરી અર્થે સૂચિત મુસદારૂપ નગર રચના યોજના સાદર કરવામાં આવશે. ખુબજ ટૂંકા સમયમાં યોજના સરકારશ્રીમાં મંજુરી અર્થે સાદર થવાથી  અરજદારોશ્રીઓ માટે પુનઃ આ વિસ્‍તારમાં વિકાસ પરવાનગી અંગેની કાર્યવાહી ચાલુ થશે. તેમ રૂડાના કારોબારી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

(4:11 pm IST)