મવડી ચોક પાસેથી વિશાલ ઉર્ફે વિછી ચોરાઉ બાઇક સાથે પકડાયો
રાજકોટ, તા.૧૯ : દોઢસો ફુટ રોડ પર મવડી ચોક પાસેથી તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ મવડી ચોક પાસે એક શખ્સ ચોરાઉ બાઇક લઇને નીકળ્યો હોવાની બાતમી તાલુકા પોલીસ મથકના કોન્સ અરજણભાઇ, મનીષભાઇ, હર્ષરાજસિંહને મળતા પીઆઇ જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી. ડામોર, એ.એસ.આઇ. આર.બી. જાડેજા, ડી.વી. ખાંભલા, હેડ કોન્સ. વિજયગીરી, મોહસીનખાન , અમીનભાઇ, અરજણભાઇ હરસુખભાઇ, મનિષભાઇ, ધર્મરાજસિંહ, હર્ષરાજસિંહ સહિતે દોઢસો ફુટ રોડ મવડી ચોક પાસેથી વિશાલ ઉર્ફે વીછી રાજુભાઇ કુવાડીયા (ઉ.વ.ર૪) (રહે. શકિતનગર સોસાયટી શેરી નં.ર, ગોંડલ રોડને પકડી લીધો હતો. પૂછપરછ કરતા તેણે આ બાઇક દોઢ મહિના પહેલા રસુલપરા પાસે ઢોલરા ચોકડી પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.