રાજકોટ
News of Tuesday, 19th January 2021

ખીરસરા-મેટોડા-વાગુદડના માર્ગો પર ડામર કામ

લોધિકા તાલુકાના ખીરસરા-મેટોડા-વાગુદડ ગામને જોડતો ડામર રોડ રૂપિયા ર કરોડ ૬૦ લાખના ખર્ચે નોનપ્લાન રોડ મંજુર કરાવીને તથા પાળ ગામથી જશવંતપુર (કણકોટ) ગામને જોડતો ડામર રોડ રૂપિયા ૧ કરોડ પ૦ લાખના ખર્ચે નોન પ્લાન રોડ મંજુર કરાવીને રાજકોટ ગ્રામ્યના લોકપ્રિય ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા, રા. લો. સંઘના ડિરેકટર મનસુખભાઇ સરધારા, મહામંત્રી, મોહનભાઇ ખુંટ, દિલિપભાઇ કુંગશિયા, પૂર્વ મહામંત્રી લાખાભાઇ ચોવટીયા, જિલ્લા ઉપપ્રમુખ મોહનભાઇ દાફડા, તાલુકા પંચાયત સભ્ય ભીખુભાઇ ડાંગર, અનિલસિંહ ડાભી, ડો. પ્રકાસભાઇ વીરડા, દિનેશભાઇ મૈત્રા, બાબુભાઇ વેકરીયા, શૈલેશભાઇ વેકરીયા મેટોડા સરપંચ, દિગુંભા જાડેજા પૂર્વ તાલુકા પંચાયત અધ્યક્ષ, પરાગભાઇ વેકરીયા યુવા ભાજપ, નિલેષભાઇ વેકરીયા યુવા ભાજપ, રમેશભાઇ ટીલારા, તાલુકા ભાજપ સંગઠનના પદાધીકારીઓ હાજર રહ્યા.

(3:08 pm IST)