રાજકોટ
News of Tuesday, 19th January 2021

જૂના માર્કેટ યાર્ડમાં તીનપતિનો જુગાર રમતા બે પકડાયા

વિજલો ભરવાડ, જોગી ભરવાડ, કોથરો રિક્ષાવાળો સહિત ચારની શોધખોળ

રાજકોટ,તા. ૧૯: શહેરના જુના માર્કેટીંગ યાર્ડમાં બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જુના માર્કેટીંગ યાર્ડમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.સૌસુરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ જે.જી. જાડેજા, કોન્સ. ગોપાલભાઇ ધોરીયા સહિતે બાતમીના આધારે જુના માર્કેટીંગ યાર્ડની અંદર ચાની હોટલ પાસે શેરીમાં દરોડો પાડી સંત કબીર રોડ ભગીરથ સોસાયટી શેરી નં. ૩ના લીંબા ઉર્ફે કાનો રૈયાભાઇ મુંધવા (ઉવ.૩૮), કોઠારિયા રોડ કેદારના ગેઇડ પાસે ન્યુ. સાગર સોસાયટી શેરી નં. ૯ના જગુ જશાભાઇ શિયાળ (ઉવ.૫૮)ને તીનપતીનો જુગાર રમતા પકડી લઇ રૂ. ૫,૬૨૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. જ્યારે પટેલ, વિજલો ભરવાડ રિક્ષાવાળો, જોગી ભરવાડ રીક્ષાવાળો અને કોથરો રિક્ષાવાળો નાસી જતા ચારેયની શોધખોળ હાથ ધરી છે.

(3:06 pm IST)