રાજકોટ
News of Tuesday, 19th January 2021

રૈયાધારમાં આવાસ યોજનાના ફ્લેટમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ : આરોપી પ્રકાશ ઉર્ફે જોન્ટી જીવરાજાણીની ધરપકડ

મોજ શોખ પૂરા કરવા માટે કોલેજીયન યુવતીઓ દેહ વ્યાપારનાં ધંધામાં: આરોપી અગાઉ પણ પકડાઈ ચુક્યો છે, પાસામાં પણ પુરાઈ ચુક્યો છે

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવાસ યોજના ફલેટમાં ખુલ્લેઆમ ચાલી રહેલ કુટણખાના પર પોલીસે મળેલ બાતમીના આધારે રેડ કરી એક શખ્સની ધરપકડ કરી છે. આ બનાવને લઈ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

રાજકોટનાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે, રૈયાધાર વિસ્તારમાં આવેલા આવાસ યોજનામાં યુવતીઓ પાસે લોહિનો વ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે. જેને આધારે દુર્ગા શક્તિની ટીમે પ્રકાશ ઉર્ફે જોન્ટી જયંતીલાલ જીવરાજાણીનાં ફ્લેટમાં દરોડો કર્યો હતો. જ્યાંથી પોલીસે યુવતીઓને મુક્ત કરાવી હતી અને આરોપી પ્રકાશ ઉર્ફે જોન્ટી જીવરાજાણીની ધરપકડ કરી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આરોપી પ્રકાશ ઉર્ફે જોન્ટી જીવરાજાણી અગાઉ પણ એ ડિવીઝન વિસ્તાર અને યુનિવર્સિટી વિસ્તારમાં દેહ વિક્રયનાં ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. આરોપીને પાસા પણ કરવામાં આવી હોવા છતાં પણ દેહ વિક્રયનો ધંધા ચલાવતો હતો. રાજકોટનાં યુનિવર્સિટી વિસ્તાર અને રૈયાધાર જેવા વિસ્તારમાં કોલેજીયન યુવતીઓને રૂપિયાની જરૂરીયાત હોવાને કારણે આ પ્રકારનાં ધંધામાં આવતી હોય છે. સાથે જ મોજ શોખ પૂરા કરવા માટે કોલેજીયન યુવતીઓ દેહ વ્યાપારનાં ધંધામાં ધકેલાતી હોય છે. ત્યારે આરોપી પ્રકાશ ઉર્ફે જોન્ટી જીવરાજાણીની પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

Attachments area

(12:33 am IST)