રાજકોટ
News of Sunday, 19th January 2020

અશ્વ શોમાં બે ઘોડા બાખડતા નાસભાગ

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં થોડો સમય અફડાતફડી મચી ગઈઃ અન્ય એક અશ્વના પટ્ટા બીજા અશ્વના પગમાં વિંટળાઈ ગયાઃ અશ્વએ પોલીસકર્મીને ફગાવ્યો

રાજકોટ,તા. ૧૮: રાજકોટમાં આ વર્ષે રાજયકક્ષાના પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણી શરૂ કરાઈ છે પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણીની શરૂઆત અશ્વ શો થી કરાઈ હતી રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલ માઉન્ટેન પોલીસ વિભાગના ગ્રાઉન્ડમાં અશ્વ શો યોજાયો હતો જે અશ્વ શો માં ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હાજર રહ્યા હતા.

ઙ્ગ અશ્વ શો માં કુલ ૭૯ દ્યોડે સવારો એ ભાગ લીધો હતો. તો સાથે જ બે રોલ રેસ મટકીફોડ કરો લેવા જેવા કરતબો પણ બતાવ્યા હતા. આ સમયે ચાલુ કાર્યક્રમ દરમિયાન બે અશ્વો એકબીજા સાથે બાખડી પડતાં માઉન્ટેન પોલીસ કર્મીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. અશ્વ શો પૂરબહારમાં શરૂ હતો અને પોલીસકર્મીઓ અશ્વો પર સવારી કરી અને કરતબ બતાવી રહ્યા હતા

ઙ્ગઆ દરમિયાન એક કાળા કલરનો અશ્વ બાખડી પડ્યો હતો. તેણે નજીકના દ્યોડા સાથે લડવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન પોલસકર્મીઓ તેને કાબુમાં લે તે પહેલાં જ એક અશ્વના પટ્ટા બીજા અશ્વના પગમાં વિંટળાઈ ગયા હતા

પોલીસકર્મીઓએ તેમને છોડાવા માટે ખૂબ મહેનત કરી હતી. આખરે કંટાળીને એક અશ્વ જમીન પર પડ્યો હતો. જોકે, તેણે એક પોલીસ કર્મીને આ મશકત દરમિયાન ફંગોળી પણ દીધો હતો. જોકે, આ દૃશ્યો જોઈને એક તબક્કે સૌના શ્વાસ અદ્ઘર થઈ ગયા હતા.

(10:16 am IST)