રાજકોટ
News of Saturday, 18th January 2020

ઑસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરે તેની મેન ઓફ ધ મેચની ટ્રોફી રાજકોટ શહેર પોલીસને ભેટ કરી

રાજકોટ પોલીસની કામગીરીથી પ્રભાવિત થઇ મુંબઈમાં મળેલ ટ્રોફીને એનાયત કરી

રાજકોટ : મુંબઇ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન ડે મેચમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરને  મળેલી હતી. ત્યાર બાદ બીજા મેચ માટે ઓસ્ટ્રેલિયા ટીમ ચાર દિવસથી રાજકોટમાં હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ બન્ને ટીમો ની સુરક્ષા માટે ખડે પગે રહી અને  સારી રીતે બંદોબસ્ત કરેલ હતો આ સમય દરમિયાન મુખ્યમંત્રીના પણ બંદોબસ્ત સમાંતર ચાલતા હતા તેમ છતાં ક્રિકેટ બંદોબસ્ત રાજકોટ પોલીસે સુપેરે પાર પાડેલ અને શાંતિપૂર્ણ રીતે મેચ રમાયેલી હતી.

  જે બાબતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ જે ઝોન 1 વિસ્તારમાં એ ડિવિઝન પોલિસ સ્ટેશનમાં આવેલ ઇમપિરિયલ હોટેલમાં રોકાયેલ હતી જે રાજકોટ પોલીસની હોટેલ પરની અને ગ્રાઉન્ડ પર આવા જાવા માટેની સુરક્ષા વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત થઇ અને ખૂબ પ્રશંસા પણ કરી અને જેના લીધે ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરે પોતાને પ્રથમ વન-ડે મેચમાં મળેલ મેન ઓફ ધી મેચ ટ્રોફી સામેથી પોલીસ ઇન્સ્પેક્ટર વી જે ચાવડાને આપવાની ઈચ્છા વ્યક્ત કરેલ હતી

  ટીમના સિક્યોરિટી ઇન્ચાર્જ Frank Dimasiના હસ્તે પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ચાવડા( license branch ) જેવો સતત ખડે પગે ઓસ્ટ્રેલિયાની ટીમની સાથે ઇન્ચાર્જ તરીકે બંદોબસ્તમાં હતા અને ખૂબ જ સારી રીતે તેઓની ફરજ બજાવેલી. તેઓને યાદગીરી રૂપે ડેવિડ વોર્નરે પ્રથમ વન-ડે મેચમાં મળેલ મેન ઓફ ધી મેચ ની ટ્રોફી તેઓના રાજકોટ શહેરની ઇમ્પીરિયલ હોટલ ખાતેના રોકાણ દરમ્યાન રાજકોટ શહેર પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એનાયત કરવામાં આવી હતી.

(12:24 am IST)