રાજકોટ
News of Saturday, 18th January 2020

વિરદાદા જશરાજજી (શોર્ય) દિન નિમીતે યોજાતા મહાપ્રસાદનો કાર્યક્રમ આ વખતે મુલત્વી

પ્રજાસતાક દિન નિમીતે મેદાનની વ્યવસ્થા ન થઈ શકીઃ રઘુવંશી પરિવાર

રાજકોટ,તા.૧૮: રઘુવંશી પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી  વિરદાદા જશરાજજીના શોર્ય દિન નિમિતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૨ જાન્યુ.ને બુધવારે જ્ઞાતિ મહાપ્રસાદનું ભવ્ય આયોજન માટે નિયત સમયમાં અરજી કરેલ અને તેના માટેની તૈયારી પણ ચાલુ કરી દીધેલ પરંતુ ગુજરાત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ રાજકોટ શહેરમાં યોજવાનું નકકી થયેલ હોય જેથી રેસકોર્ષ ગ્રાઉન્ડ મળી શકે તેમ ન હોય આવી જાણકારી મળેલ તેથી નવી વ્યવસ્થા માટે જ્ઞાતિના આગેવાનોની એક બેઠકમાં નવા પાસા વિચારવા માટેની બેઠકમાં શ્રી પરેશભાઈ વિઠ્ઠલાણીની ઓફીસે મળેલ જેમાં નવી જગ્યા ગોતવા માટેની અને ત્યાંની વ્યવસ્થા જોવા માટેનો વિચાર કરેલ.

નવી જગ્યા માટેની તપાસ કરવા માટે અલગ- અલગ જગ્યાના સુચન અનુસાર જેમાં ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર પારીજાત પાર્ટી પ્લોટનું પણ નિરીક્ષણ માટે પ્રતાપભાઈ કોટક તથા વિપુલભાઈ મણીયાર જોવા ગયેલ પણ ત્યાં ગ્રાઉન્ડ નાનુ તથા પાર્કિંગની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય અને ત્યારબાદ ધર્મેન્દ્રસિંહજી કોલેજનું ગ્રાઉન્ડ માટે હસુભાઈ ભગદે અને મેહુલભાઈ નથવાણીએ પ્રયત્ન કરેલ પરંતુ ગ્રાઉન્ડ મંજુરી પણ મળેલ હતી પણ રાજયપાલશ્રીનો કાર્યક્રમ હોવાથી મેદાન કેન્સલ થયેલ.

અંતે બેઠકમાં આ વર્ષે આ રઘુવંશી પરિવાર દ્વારા યોજાતા વિરદાદા જસરાજજીના શોર્ય દિન નિમિતે યોજાનાર કાર્યક્રમ પરિવારના પ્રતાપભાઈ કોટક, હસુભાઈ ભગદે, પરેશભાઈ વિઠ્ઠલાણી, શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, જેષ્ટારામ ચતવાણી, કેતનભાઈ પાવાગઢ, વિપુલભાઈ મણીયાર, પરેશભાઈ પોપટ, કૌશીકભાઈ માનસતા, સુરેશભાઈ ચંદારાણા, નરેન્દ્રભાઈ પોપટ, મનુભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ તન્ના, મયુરભાઈ અનડકટ, મેહુલભાઈ  નથવાણી, મયકભાઈ પાઉં, જતીનભાઈ દક્ષીણી, અશ્વિનભાઈ જોબનપુત્રા દ્વારા બેઠકમાં રાજકોટની વસ્તીને ધ્યાને લઈ કોઈ યોગ્ય જગ્યા મહાપ્રસાદ માટે અનુકુળ ન હોય તો આ મહાપ્રસાદનો કાર્યક્રમ મોકુફ રાખેલ છે. જે દરેક રઘુવંશી સમાજના પરિવારને આ નિર્ણય માન્ય રાખવા વિનંતી કરાઈ હોવાનું યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:46 pm IST)