રાજકોટ
News of Friday, 19th January 2018

શોર્ટ ટર્મ ટ્રેનીંગ

 વીવીપી ઇજનેરી કોલેજના મીકેનીકલ વિભાગ દ્વારા  રોબોટીફસ ટેકનોલોજી એન્ડ એડવાન્સીસ ઇન આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ એન્ડ મશીન લર્નીંગ વિષય  પર પાંચ દિવસીય શોર્ટ ટર્મ ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતુ. રાજુ એન્જીનીંયરીંગ ઓપરેશન્સ વિભાગના વાઇસ પ્રેસીડેન્ટ ગૌરાંગ મહેતાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન થયેલ આ ટે્રનીંગ પ્રોગ્રામમાં નાગપુરના આસી. પ્રોફેસર ડો. શીતલ એસ. અદરવાર તેમજ  પારુલ યુનિ.ના ડો. કેતન કોટેચાએ રોબોટીકસ અને ઓટોમેશન વિષે  જ્ઞાન પીરસ્યુ હતું સમાપન પ્રસંગે આસી.  પોલીસ કમિશ્નર ભરતસિંહ રાઠોડ ઉપસ્થિત રહેલ. ઉદઘાટન સમારોહનું સંચાલન ડો. નીરવ  મણિયાર અને સમાપન સમારોહનું સંચાલન પ્રો. હાર્દિક હિંડોચાએ કરેલ. સેમીનારમાં ભાગ લેનાર તમામને રજીસ્ટ્રેશન કીટ અપાવી હતી. સમગ્ર આયોજન માટે આચાર્યશ્રી ડો. જયેશ દેશકરના માર્ગદર્શન હેઠળ એસ.ટી.ટી.પી. કન્વીનર ડો. જીજ્ઞાશા પી. મહેતા, કન્વીનર ડો. દિપેશ કુંડલીયા, કો- કન્વીનર પ્રો. અજંતા સાપરીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:55 pm IST)