રાજકોટ
News of Monday, 18th November 2019

આજીડેમ ચોકડી રવિવારી બજારમાં મોબાઇલ માંગવા બાબતે બળદેવ કુવરીયા પર હુમલો

જોની માલકીયા અને સુનીલ લુહારની ધરપકડ

રાજકોટ તા ૧૮  : આજીડેમ ચોકડી પાસે રવીવારી બજારમાં મોબાઇલ માંગવા જતા દેવી પુજક યુવાનને બે શખ્સોએ પથ્થર વડે માર મારતા ફરિયાદ થઇ છે

મળતી વિગત મુજબ રૈયાધાર રામાપીર ચોકડી પાસે રહેતો બળદેવ સગરામભાઇ કુવરીયા (ઉ.વ.૧૯) ગઇકાલે આજીડેમ ચોકડી પાસે રવીવારી બજારમાં હતો ત્યારે જોની નામના શખ્સે તેની પાસે વાત કરવા માટે મોબાઇલ લીધો હતો બાદ બળદેવે પોતાનો મોબાઇલ માગતા જોની તથા સુનીલે ઝઘડો કરી પથ્થરના ઘા કરી ઇજા કરી હતી અને મોબાઇલ લઇ ભાગી ગયા હતા બાદ બળદેવને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે આજીડેમ પોલીસે બળદેવ કુવરીયાની ફરીયાદ પરથી બંને શખ્સો વિરૂધ્ધ એન.સી. ગુનો દાખલ કરી ચુનારાવાડમાં રહેતો જોની જેન્તીભાઇ માલકીયા (ઉ.વ૨૧) અને સુનીલ  સાહેબસીંગ લુહાર (ઉ.વ.૧૯) (રહે. અમુલ સર્કલ પાસ) ની ધરપકડ કરી હતી.

(10:30 am IST)