News of Friday, 18th October 2019
પી.જી.વી.સી.એલ.માં વધારાના ટેકનીકલ સ્ટાફની ભરતી કરો
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની રજૂઆત
રાજકોટ, તા. ૧૮ :. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેકટરને ટેકનિકલ સ્ટાફની ભરતી કરવા રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં તેઓએ જણાવ્યુ છે કે છેલ્લા ઘણા સમયથી વીજ અકસ્માતોથી ટેકનીકલ સ્ટાફનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે આ બાબત ધ્યાને લઈ ફીલ્ડમાં વધારાના કામના ભારણ મુજબ વધારાના ટેકનીકલ સ્ટાફની ભરતી કરવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ છે.
(4:11 pm IST)