રાજકોટ
News of Friday, 18th October 2019

ગ્રાન્ટનો પુરતો ઉપયોગ લોકકાર્યોમાં થાય તે જરૂરી : ધનસુખ ભંડેરી

રાજકોટ ઝોનની ૩૦ નગરપાલીકાઓની મળી ગયેલ રીવ્યુ બેઠક : વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી તરીકે (વેજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજયની ભાજપ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યો વેગવંતા બન્યા છે. ત્યારે પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના ચાર આધારસ્તંભોથી રાજયની ભાજપા સરકાર સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે ત્યારે છેવાડાના માનવીને પ્રાથમિક સુવિઘાઓથી લઈ માળખાકિય અને આંતર માળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અઘ્યક્ષતામાં ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૨ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક યોજાઈ રહી છે. આ અંતર્ગત રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાઓ માટે રાજકોટ ખાતે રીવ્યુ બેઠક યોજવામાં આવેલ. જેમાં કચ્છ જિલ્લાની ગાંધીધામ નગરપાલિકા, ભુજ નગરપાલિકા, અંજાર નગરપાલિકા, માંડવી(કચ્છ) નગરપાલિકા, ભચાઉ નગરપાલિકા, રાપર નગરપાલિકા, જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા, જામજોધપુર નગરપાલિકા, સિકકા નગરપાલિકા, દેવભુમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાકિલા, ખંભાળીયા નગરપાલિકા, દ્વારકા નગરપાલિકા, સલાયા નગરપાલિકા, ભાણવડ નગરપાલિકા, જામરાવલ નગરપાલિકા, મોરબી જિલ્લાની મોરબી નગરપાલિકા, વાંકાનેર નગરપાલિકા, હળવદ નગરપાલિકા, માળીયા મીયાંણા નગરપાલિકા, રાજકોટ જિલ્લાની જેતપુર નગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, ધોરાજી નગરપાલીકા, ઉપલેટા નગરપાલિકા, જસદણ નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, પોરબંદર જિલ્લાની પોરબંદર, રાણાવાવ નગરપાલિકા, છાયા નગરપાલિકા, કુતિયાણા નગરપાલિકાની રીવ્યુ બેઠક યોજાઈ હતી. આ રીવ્યુ બેઠકમાં ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના સીઈઓ પટ્ટણી, રાજકોટ ઝોન પ્રાદેશિક આઈએએસ કમિશનર કુ. સ્તુતી ચારણ, એડીશ્નલ કલેકટર ચૌધરી, ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના શ્રી દરજી, ભાવીનભાઈ, રાજકોટ ઝોન ચીફ ઓફીસર તિલક શાસ્ત્રી તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફીસર સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ રીવ્યુ બેઠકમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે સૌનો સાથ, સૌના વિકાસ સાથે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર કાર્યરત છે ત્યારે રાજય સરકારની અનેકવિધ યોજનાઓથી છેવાડાના માનવીના પાયાના પ્રશ્નો હલ થાય અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બને અને લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરી જન જન સુધી માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ પહોંચે તે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ઘ્વારા સમયાંતરે રાજયની ૧૮૨ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક અને સેમીનારો યોજાતા રહે છે. ત્યારે આ રીવ્યુ બેઠકમાં નગરપાલિકાને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ જેમાં મુખ્યમંત્રી સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના, આગવી ઓળખના કામો, ૧૪ મી નાણાંપંચની ગ્રાન્ટ, ભુર્ગભ ગટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીની યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, સુરક્ષા યોજના સહીતની પ્રાથમિક સુવિધાઓ, માળખાકીયા સુવિધાઓ અને આંતર માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. તેમ અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું.

(3:44 pm IST)