રાજકોટ
News of Friday, 18th October 2019

KSPCના હોદ્દેદારો : પ્રમુખપદે હસુભાઈ દવે - ઉપપ્રમુખ મૌલેશભાઈ ઉકાણી - માનદ્દમંત્રી પદે મનહરભાઈ મજીઠીયા

ગવર્નીંગ બોડીના સભ્યો, જુદા - જુદા ચેપ્ટર્સના સભ્યોની પણ વરણી

રાજકોટ તા.૧૮ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલની સને ૨૦૧૯-૨૦ ના વર્ષ માટે ચુંટાયેલી ગર્વર્નીંગ બોડીની મીટીંગ તાજેતરમાં મળેલ હતી. આ મીટીંગમાં ૨૦૧૯-૨૦ ના વર્ષના હોદ્દેદારોની ચુંટણી કરવામાં આવતા  પ્રમુખપદે શ્રી હસુભાઈ દવે (પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય મઝદૂર સંઘ તથા વાઈસ ચેરમેન, મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ,અમદાવાદ) , ઉપપ્રમુખ પદે શ્રી મૌલેશભાઈ ઉકાણી (મેનેજીંગ ડીરેકટર, બાન લેબ્સ (પ્રા.)લી., રાજકોટ), તથા શ્રી ડી.જી.પંચમીયા ( ઈન્ડસ્ટ્રીઅલ સેફટી કન્સલ્ટન્ટ રાજકોટ), માનદ્દમંત્રી પદે શ્રી મનહરભાઈ મજીઠીયા (એડવોકેટ, મજીઠીયા એસોસીયેટસ) , કોષાધ્યક્ષ તરીકે શ્રી રામભાઈ બરછા (અશોક મેટલ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ) તથા ટ્રેનીગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન પદે શ્રી દીપકભાઈ સચદે ચુટાયેલ હતા.

કાઉન્સીલની સને ૨૦૧૯-૨૦ ના વર્ષની ગવર્નીંગ બોડીના સભ્યો તરીકે શ્રી હિરાભાઈ માણેક (પૂર્વ પ્રમુખ-રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ), શ્રી નિશીતભાઈ રાડીયા(ચીફ ઓપરેટીંગ ઓફીસર-જીએચસીએલ લી.સુત્રાપાડા), શ્રી ૨જત ડે (વાઈસ પ્રેસીડેન્ટ-એચઆર, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લી. યુનિટઃ ઈન્ડીયન રેયોન, વેરાવળ) શ્રી પરેશભાઈ ટાંક (જનરલ મેનેજર-કોર્પોરેટ અફેર્સ, ટાટા કેમીકલ્સ લી. ગાંધીનગર), શ્રી રામજીભાઈ શિયાણી (ચેરમેન-શ્રી તિરૂપતિ કુરીયર સર્વીસ પ્રા.લી, રાજકોટ),શ્રી ઘનશ્યામભાઈ ઢોલરીયા (મેનેજીંગ ડાયરેકટર, નોબલ રિફેકટરીઝ વાંકાનેર) ,ડો.નિમેષ રાજપૂત, (મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ)જામનગર, શ્રી જે.આર.કીકાણી (મેનેજર-પીએન્ડએ, એચજે ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.રાજકોટ),શ્રી ડી.આર.ઠાકર, શ્રી કે.એચ.વોરા (મજુર મહાજન સંઘ, રાજકોટ), શ્રી વિરેન્દ્રભાઈ કામલીયા, સોનલબેન ગોહેલ (ભારતીય મઝદુર સંઘ), ડો.જયોતિન્દ્ર જાની (પ્રોફેસર-સ્વ.શ્રી એમ.જે.કુંડલીયા કોલેજ, રાજકોટ) , ડો.હિતેષ શુકલ (પ્રોફેસર-ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ), શ્રી ડી.એસ.પ્રજાપતી (જનરલ મેનેજર-ડીસ્ટ્રીકટ ઈન્ડસ્ટ્રીઝ સેન્ટર, રાજકોટ), શ્રી ડી.જે.મહેતા (ઈન્ચાર્જ ડે.કમીશ્નર ઓફ લેબર), શ્રી એચ,એસ.પટેલ(જોઈન્ટ ડાયરેકટર-ઈન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થ, રાજકોટ), ડો.પી.પી.કોટક (પ્રિન્સીપાલ-ગવર્નમેન્ટ પોલીટેકનીક) તથા ડો.સી.એચ.વિઠલાણી (પ્રિન્સીપાલ-ગવર્નમેન્ટ એન્જી. કોલેજ) ચુંટાયેલ હતા.

ખાસ નિમંત્રીત સભ્યો તરીકે શ્રી વાલજીભાઈ ચાવડા (પ્રદેશ પ્રમુખ-ભારતીય મઝદુર સંઘ), શ્રી એન.એમ.ધારાણી (રિટાયર્ડ સીવીલ જજ), શ્રી સહદેવસિંહ જાડેજા (પ્રદેશ મંત્રી-ભારતીય મઝદુર સંઘ) , શ્રી ભરતભાઈ દુદકીયા (જેસીઆઈ નેશનલ એન્ડ પ્રાઈમ ટ્રેનર, રાજકોટ), કુ.વૈશાલીબેન પારેખ (મોટીવેશ્નલ સ્પીકર એન્ડ ટ્રેનર, રાજકોટ) તથા તન્વી એ.ગાદોયા (ટ્રેનર એન્ડ મોટીવેશ્નલ સ્પીકર, રાજકોટ)ની પસંદગી કરવામા આવેલ હતી. આ ઉપરાંત કાઉન્સીલના જુદા જુદા ચેપ્ટરના ચેરમેન તરીકે શ્રી પ્રજ્ઞેશ પટેલ, ગાંધીધામ, શ્રી ધવલ રાયચુરા, પોરબંદર, શ્રી અશોકભાઈ શાહ, સુરેન્દ્રનગર, ડો.અનિલ કામલીયા, વેરાવળ તેમજ શ્રી ભીમજીભાઈ ભાલોડીયા, મોરબીની પસંદગી કરવામા આવેલ હતી.

(3:42 pm IST)