રાજકોટ
News of Thursday, 18th October 2018

કનેૈયાનંદ રાસોત્સવમાં બાળ કનૈયાઓ ખીલ્યા

રાજકોટ : સરગમ ચિલ્ડ્રન કલબ આયોજિત કનૈયાનંદ રાસોત્સવમાં બાળ કનૈયાઓ ખીલ્યા હતા. રંગબેરંગી પોષાકમાં સજ્જ થઇને આવેલા ખેલૈયાઓમાં શ્રેષ્ઠ બનવાની સ્પર્ધા જામી હતી અંતે શ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામો અપાયા હતા.

કનૈયાનંદ રાસોત્સવમાં બુધવારે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. જેમાં કાનાભાઇ બાંટવા(દિવ્ય ભાસ્કર) અને અરવિંદભાઇ પાટડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા અને તેઓના હસ્તે વિજેતા બાળકોને ઇનામો અપાયા હતા. કનૈયાનંદ રાસોત્સવમાં દરરોજ વેલડ્રેસ તથા સારુ રમનાર ૪૦ થી વધુ બાળકોને લાખેણા ઇનામ આપવામાં આવે છે. આ ઇનામો વિનોદભાઇ ઉદાણી, હરેશભાઇ લાખાણી, બાન લેબ્સ કાું. (મોૈલેશભાઇ પટેેલ), ૭૭ ગ્રીન મસાલા-રાધે ગ્રુપ ઓફ એનર્જી (શૈલેષભાઇ માંકડિયા), એન્જલ પંપ (કિરીટભાઇ આદ્રોજા), ચોકોડેન (સંદીપભાઇ પંડયા, શ્રી સુધીરભાઇ પંડયા) તરફથી ગિફટ વાઉચર તેમજ જીતુભાઇ પી. પટેલ (ટર્બો બેરિંગ) અને વડાલિયા ગ્રુપ-હાઇ બોન્ડ સિમેન્ટ તથા રેશ્માબેન સોલંકી તરફથી અપાશે. તેમજ નાગર બોર્ડિગના પ્રમુખ ડો. હેમાંગભાઇ વસાવડાનો પણ સહયોગ મળી રહયો છે.

આ ઉપરાંત રાજકોટના અગ્રણીઓ અરવિંદભાઇ દોમડિયા, મોૈલેશભાઇ પટેલ, સ્મીતભાઇ પટેલ, ખોડીદાસ ભાઇ પટેેલ, જયસુખભાઇ ઘોડાસરા, રાકેશભાઇ પોપટ, નિરંજનભાઇ આર્ય, કિરીટભાઇ આદ્રોજા, જીતુભાઇ પટેેલ, જીતુભાઇ ચંદારાણા, હરેશભાઇ લાખાણી, કિશજ્ઞનભાઇ શાહ, સુરેશભાઇ નંદાવાણા, બીપીનભાઇ હદવાણી, નીખીલભાઇ પટેલ, નાથાભાઇ કાલરિયા, જગદીશભાઇ ડોબરીયા, નરેશભાઇ લોટીયા, જીતુભાઇ બેનાણી, કાંતિભાઇ મારૂ, હેતલભાઇ રાજયગુરૂ, શ્યામભાઇ શાહ, શૈલેષભાઇ માંકડીયા, યોગેશભાઇ પુજારા, રાજનભાઇ વડાલીયા, મનીષભાઇ માડેકા, એમ. જે. સોલંકી સહિતનાનો સહયોગ સાંપડી રહ્યો છે.

આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે દર્શીનીબેન કથ્રેચા, દિવ્યાબેન ભટ્ટ, હેમલબેન ભટ્ટ, છાયાબેન દવે, મીનાબેન ઠાકર, અલ્કાબેન કામદાર, હીનાબેન દવે સહિતના સેવા આપી રહ્યા છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઇ રામાણી, મનસુખભાઇ ધંધુકીયા, ડો. હેમાંગભાઇ વસાવડા, વલ્લભભાઇ ગોંડલીયા, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઇ દેત્રોજા, અનવરભાઇ ઠેબા, ધીરેનભાઇ ઓઝા, પ્રવિણભાઇ તંતી, સુબોધભાઇ રાધનપરા ઉપરાંત જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હીરાણી, જશુમતીબેન વસાણી, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, સુધાબેન દોશી, રૂપલબેન માણેક, રંજનબેન વોરા, તસ્મીનબેન કાદયાણી, ભારતીબેન મકવાણા તથા કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.(૧.૨૫)

(3:57 pm IST)