રાજકોટ
News of Thursday, 18th October 2018

ખોડલધામ વેસ્ટ ઝોનમાં ૩૦૦૦ ખેલૈયાઓ સતત એક કલાક ગરબે રમ્યાઃ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

  રાજકોટઃ  શ્રી લેઉવા પટેલ સમાજના આત્મગૌરવના પ્રતિક સમા શ્રી ખોડલધામ ટ્રસ્ટના ઉપક્રમે અલગ અલગ જિલ્લાઓ અને અને અલગ અલગ સ્થળ પર નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે.

જેમાં વેસ્ટ ઝોન મવડીમાં દરરોજ ૬૦૦૦ થી વધુ ખેલૈયા ઓ મન મૂકીને રાસ ગરબે રમી રહ્યા છે જેમાં ગઇકાલે રાત્રે સતત એક કલાક સુધી ટ્રેડિશનલ પોશાક સાથે ચશ્મા પહેરી ૩૦૦૦ થી વધુ ખેલેયાઓનો રાસ લેવાનો  ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નામાંકિત કરવામાં આવ્યો હતો. ઉપરોકત રાસને નિહાળી રેકોર્ડ માટેનો નિર્ણય આપવા માટે ગોલ્ડન બુક ના પ્રતિનિધિ આલોક કુમાર તેમની ટીમ સાથે રાજકોટ આવી પહોચ્યા હતા. અને ગરબા રાઉન્ડ ના અંતે   આલોક કુમારજી એ આ રેકોર્ડ જાહેર કર્યો હતો અને તત્કાલ પ્રોવિશનલ પ્રમાણ પત્ર શ્રી ખોડલધામ વેસ્ટ ઝોનની મુખ્ય સમિતિ ને એનાયત કર્યુંહતુ. 

 અત્રે ઉલ્લેખનીય છે કે આ આયોજન ને ૨૦૧૬ માં બેસ્ટ ઈવેન્ટ ઓફ ૨૦૧૬ નો એવોર્ડ મળ્યો હતો જયારે ૨૦૧૭ માં સૌથી લાંબી ગરબા ચેન કરીને ગરબે રમવાનો રેકોર્ડ અને આ બાબત ને વર્લ્ડ રેકોડ ઓફ ઈન્ડિયા બૂકમાં નામાંકિત કરવામાં આવ્યો હતો.  આયોજનને સફળ બનાવવા માટે વેસ્ટ ઝોનની મુખ્ય સમિતિના જીતુભાઈ સોરઠિયા, હસમુખભાઇ લુણાગરીયા,   જયેશભાઇ, સોરઠિયા,   ધીરજભાઈ મુંગરા, મનસુખભાઇ વેકરીયા, રમેશભાઈ કાછડિયા, રાજુભાઇ કોયાણી, અનિલભાઈ ઠુંમર, સુરેશભાઇ વેકરીયા, વિનોદભાઇ સોરઠિયા, રમેશભાઈ સોરઠિયા, સંજય સાકરીયા, જયેશભાઇ મેદ્યાણી તથા હાર્દિકભાઇ સોરઠિયા વગેરે એ  જહેમત ઉઠાવી હતી. આજ રોજ નવમાં નોરતે સાંજે ૮.૩૦ કલાકે, કાઠીયાવાડ બાલાશ્રમના અનાથ અને આશ્રમી જીવન જીવતા બાળકોના હાથે માં ખોડલની આરતી ઉતારવાનો અને આ બાળકોને ગરબે રમાડવાનો કાર્યક્રમ પણ છે.  તેમ હસમુખભાઈ લુણાગરીયા (૯૮૭૯૭૯૯૩૩૩) ની એક યાદીમાં જણાવ્યું છે.(૪૦.૯)

(3:55 pm IST)