રાજકોટ
News of Thursday, 18th October 2018

મવડીમાં ગેલી અંબે ગરબી મંડળનો મશાલ રાસ આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ : શહેરના મોવડી ગામમાં આવેલ શીવમ પાર્કની બાજુમાં ગેલી અંબે ગરબી મંડળ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબીમાં બાળાઓ દરરોજ અલગ-અલગ પ્રાચીન ગરબા નાની-નાની બાળાઓ રમીને મવડી વિસ્તારમાં પ્રથમ સ્થાને આવે છે. આ ગરબીની બાળાઓ દ્વારા મશાલ રાસ, દાંડીયા રાસ, તાલી રાસ, ભુવા રાસ સહિતનાં અવનવા રાસની રમઝટ બાળાઓ બોલાવી રહી છે. આ ગરબીમાં ગાયક તરીકે અનિલભાઇ, તબલામાં જેન્તીભાઇ, ઢોલીકમાં નીતિનભાઇ સહિતના સેવા આપી રહ્યા છે. સમગ્ર આયોજનમાં મુનાભાઇ મેઘાણી, ભાવેશ સોજીત્રા, પરેશભાઇ, નીતિનભાઇ ચોવટીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર -અશોક બગથરીયા) (પ-૩૦)

(3:55 pm IST)