રાજકોટ
News of Thursday, 18th October 2018

'સુરભી'ના અદ્વિતીય જાજરમાન રાસોત્સવમાં થનગનાટ કરતા ખેલૈયાઓ

રાજકોટ : અહિંના રેસકોર્ષના મેદાનમાં આયોજીત 'સુરભી રાસોત્સવ'માં ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે. ગાયકો દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો) રઉફભાઈ, હિનાબેન હીરાણી તેમજ કાળુભાઈનું ઓરકેસ્ટ્રા જીલ એન્ટરટેઈનમેન્ટ સાથે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે. કસુંબીનો રંગ, ગબ્બર ગોખમાંથી આવ્યો સહિતના ગીતોના તાલ સાથે બાળકોને ગમે તેવા ગીતો ઉપર પણ રાસની જમાવટ થઈ રહી છે. ખેલૈયાઓને દરરોજ લાખેણા ઈનામો આપવામાં આવી રહ્યા છે. આજે રાત્રે મહામેગાફાઈનલ રમાનાર છે. જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ૫૧ હજાર, ૨૧ હજાર અને ૧૧ હજારના રોકડ ઈનામો આપવામાં આવશે. ગતરાતે જજ તરીકે નિલેશભાઈ વાઘેલા ગૌરાંગભાઈ બુચ, પંકજભાઈ સખીયા, વિશાલભાઈ ભટ્ટ, ઋષિ રાજયગુરૂ, અર્જુનભાઈ બાબા, જેની જોટંગીયા, નિરાલીબેન દવે, મીલીબેન બુચ, ભૂમિબેન કંસારા, જીગરભાઈ શાહ, રોટરી કલબ ગ્રેટરના યશ રાઠોડ, ધર્મેશભાઈ શાહ અને ભુપેન્દ્રભાઈએ સેવા આપી હતી. આયોજનને સફળ બનાવવા સુરભી કમીટીના સર્વેશ્રી વિજયસિંહ વાળા, સતીષભાઈ મહેતા, દેવેન્દ્રભાઈ મહેતા, નિતેશભાઈ પાઉ, વિશુભાઈ વાળા, પંકજભાઈ સખીયા, ગૌરાંગભાઈ બુચ, વિશાલભાઈ ભટ્ટ, જીગરભાઈ શાહ, ભાવેશભાઈ ભાડેશીયા, હિરેનભાઈ સોની, પ્રતિકભાઈ ચાવડા, મહેશભાઈ પાદરીયા, સંદિપભાઈ આહિર, રાજેશભાઈ રાદડીયા અને સંજયભાઈ રાચ્છ જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં આયોજક શ્રી વિજયસિંહ વાળા સાથે ખેલૈયાઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૨)

(3:54 pm IST)