રાજકોટ
News of Thursday, 18th October 2018

એલ.જી.ધોળકીયા પ્રા.શાળાના ચામુંડા ગૃપની બાળાઓ પ્રાચીન ગરબામાં રાજયકક્ષાએ પસંદ

રાજકોટઃ તાજેતરમાં જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ઓડીટોરીયમ ગાંધીનગર ખાતે રાજયકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા-ર૦૧૮ યોજાઇ ગઇ. તેમાં સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવેલા રાસ-ગરબાઓને પ્રદર્શનની તક મળી હતી.આ સ્પર્ધામાં સાચી રે મારી સત રે ભવાનીમાં એ પ્રાચીન ગરબો ધોળકીયા સ્કુલની બાળાઓના ચામુંડા ગૃપે રાજકોટ શહેર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવતા આ બાળાઓને રાજયકક્ષાએ પ્રદર્શનની તક મળી છે. આમ રાજયકક્ષાએ પ્રાચીન ગરબો પસંદ થતા ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઇ હતી. રાજયકક્ષાના આ પ્રદર્શનમાં સુર-તાલ સાથે રાજકોટની કૃતિ રજુ થતા સેંકડો દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે આ કૃતિને વધાવી લીધી હતી. જે તસ્વીરમાં દર્શાય છે. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી સતત વર્ષે માતુશ્રી એલ.જી.ધોળકીયા પ્રાથમીક શાળાના શિક્ષક બહેનો રાજયકક્ષાએ કૃતિ રજુ કરવા જઇ રહયા છે તે બાબતે મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયા અને કૃષ્ણકાંતભાઇ ધોળકીયાએ સર્વેને અભિનંદન પાઠવ્યા છે.

(3:47 pm IST)