રાજકોટ
News of Thursday, 18th October 2018

'ફિલીંગ ફાસ્ટ....' પ્રયોગશીલ નાટકમાં ૭૫ વર્ષની ડોશી ના અમેરિકા જવાના ઉંધે કાંધ પ્રયત્નો જોવા રાજકોટ ની જનતા ઉત્સુક

તા. ૨૭ ના, શનિવારે રાત્રે ૮.૩૦ અને ૧૦ હેમુ ગઢવી હોલ મીની માં બેશોઃ ટીકીટ સુરક્ષીત કરી લેવા અનુરોધ

   રાજકોટઃ તા.૧૮, ઉત્ત્।મ કલા વાંછુ રાજકોટ વાસીઓ સુંદર કલા ના કોઈપણ સ્વરૂપ ને દિલ થી આવકારે છે. જેની સાબિતી કૈક જુદા પ્રકારના , બોલ્ડ વિષય ધરાવતા નાટકો ને પણ આપ સહુ એ આપેલો બહોળો અને ભાવભર્યો પ્રતિસાદ છે. વિદેહી એન્ટરટેઇન્મેન્ટ એ લાવેલું  નાટક - આજ જાને કી ઝિદ ના કરો માં લોકલ ટ્રેન ના ડબ્બા ઉભા કરાયા હતા જયારે તેનાથી તદ્દન વિરુદ્ઘ હવે પછી ના નાટક' યુનાઇટેડ  સ્ટેટ્સ ઓફ પાડાની પોળ' માં ૨૦ જેટલા માતબર કલાકારો ની ટીમ સ્ટેજ પર અદભુત દ્રશ્યો, કોમેડી ડાયલોગ અને કોમેડી ગીતો વડે એવો માહોલ બનાવે છે કે જાણે ખરેખર અમદાવાદ ની એક પોળ માં ઉભા હોઈએ . અલગ અલગ પાત્રો ની અલગ અલગ વિશેષતાઓ ને અને તેમને રજુ કરવાની સાવ જ અનોખી સૌમ્ય જોશી ની ઢબ, હાસ્ય ની એક અલગ જ અનુભૂતિ કરાવે છે.

ડોશી છે ૭૫ વર્ષની પણ સપનાઓ આકાશને આંબે એવડા સપનાઓ જોયા તે તો ઠીક પણ એને પુરા કરવા એવા તો પ્રયત્નો શરુ કર્યા જાણે જીવન નું એક માત્ર લક્ષ્ય અમેરિકા જવાનું છે ! ને ડોશી ના સપનાની પાછળ આખે આખી પોળ દિવસ રાત જોયા વગર એવા તો 'ધંધે'લાગી જાય છે જાણે તેમને આ એક જ ધંધો હોય !! દરેક પોળવાસીએ આપેલા અલગ અલગ નુસખાઓ, રીત ભાતો ને તરીકાઓથી ડોશી અમેરિકા જવાની 'પરયતન યાત્રા' માં લગભગ છેવાડે સુધી તો પહોંચી ગઈ - પણ પછી ....? પછી શું થયું? ડોશી અમેરિકા જઈ શકી કે નહિ - તે જાણવા તો 'યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ' નાટક માણવું પડે!

નાટક ના મુખ્ય કલાકારો - પ્રેમ ગઢવી, જીજ્ઞા વ્યાસ અને હેમીન ત્રિવેદી એ એક થી વધારે પાત્રો ભજવવા છતાં દરેક પાત્ર ને પૂરતો ન્યાય આપી લોકો ના દિલ જીતી લે છે. ખરેખર તો લોકો ને ઇંતેજારી રહે છે કે હવે જે પાત્ર ની શાબ્દિક ઓળખાણ આપી તે પાત્ર ભજવવા કોણ આવવાનું છે ?!  અને આ ત્રણ મુખ્ય કલાકારોની સાથે લગભગ ૧૬ થી ૧૭ જેટલા પોળવાસીઓના પાત્રો ભજવતા કલાકારો તેમના અભિનયને અલગ જ ઊંચાઈ પર લઇ જાય છે. આ ત્રણેય મુખ્ય કલાકારો વિષેની રસપ્રદ વાતો અને લેખક, દિગ્દર્શક અને હવે તો રાજકોટ ના માનીતા પણ ખરા એવા શ્રી સૌમ્ય જોશી પાસે થી આ નાટક વિષે અન્ય રસ-પ્રદ માહિતીઓ મેળવતા રહીશું આગામી દિવસો માં. ત્યાં સુધી રાજકોટ વાસીઓ હસી હસીને આંખોમાં આંસુ લાવવા માટે તૈયાર થઇ જાવ.

એક કલાકના આ કોમેડી નાટકમાં ડોશી ને અમેરિકા પહોંચાડવા માટે તેની આખી પોળ જેનું નામે છે પાડાની પોળ -કઈ રીતે મદદ કરે છે અને તેમાંથી કેવી કેવી કોમેડી રચાય છે તેનું ખુબ જ રસિક લેખન અને  નિરૂપણ શ્રી સૌમ્ય જોશી એ કર્યું છે. રાજકોટ માં 'યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ' વિદેહી એન્ટરટેઇન્મેન્ટ , ટીપોસ્ટ, પરીન લાઇફસ્ટાઇલ અને પરીન ટાટા મોટર્સના સહયોગથી લાવી રહ્યું છે.

 તારીખ ૨૭ના, શનિવાર ના રોજ નાટક ના બે શો છે .  રાત્રે ૮.૩૦ કલાકે અને રાત્રે ૧૦  કલાકે   હેમુ ગઢવી હોલ મીની માં. નાટક ની ટિકીટ માટે સંપર્કઃ  ૬૩૫૪૯ ૯૫૦૦૧. એડવાન્સ ટિકિટ - ટીપોસ્ટ , રેસકોર્સ રિંગ રોડ, A . G . ઓફિસ પાસે, રાજકોટ પર ઉપલબ્ધ છે. મનગમતી સીટ મેળવવા ટિકટ વહેલી તકે લઇ લેવા અનુરોધ છે.

(3:44 pm IST)