રાજકોટ
News of Thursday, 18th October 2018

સ્વિઝરલેન્ડ ખાતે કોન્ફરન્સમાં ભાગ લેવા જતા ચેરમેન ઉદય કાનગડને શુભેચ્છા પાઠવતા પદાધિકારીઓ-કોર્પોરેટરઓ

 રાજકોટઃ આગામી તા.૨૧ થી ૨૮ ઓકટોબર દરમ્યાન સિટી ઓફ ક્રેઇનબર્ગ, સિટી ઓફ બસેલ તથા ઇકલી યુરોપ દ્વારા લોકલ રીન્યુએબલ કોન્ફરન્સ ૨૦૧૮નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ પર્યાવરણ શુદ્ઘિના પ્રવાસે જઈ રહ્યા છે. ગ્લોબલ વોર્ર્મિગ અને કલાઈમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે સ્વિઝરલેન્ડ ગવર્મેન્ટની 'સ્વીસ ડેવલપમેન્ટ કોર્પોરેશન' એજન્સી દ્વારા પર્યાવરણ શુદ્ઘી માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે એલ.ઈ.ડી., લાઈટ, સોલાર એનર્જી સહીતના પ્રોજેકટો માટે ભારતના ૪ શહેરોની પસંદગી કરી સ્વિઝરલેન્ડ પ્રવાશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ પ્રવાસે જશે. સ્વિઝરલેન્ડ ખાતે યોજાનાર લોકલ રીન્યુએબલ કોન્ફરન્સ ૨૦૧૮માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ ભાગ લેવા જતા હોઈ, વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર  પ્રીતિબેન પનારાનો આજરોજ જન્મદિવસ હોઈ, જે બદલ મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર તેમજ કોર્પોરેટરશ્રીઓ ડો. જૈમન ઉપાધ્યાય, જયમીનભાઇ ઠાકર, મુકેશભાઈ રાદડિયા, કશ્યપભાઈ શુકલ, અશ્વિનભાઈ ભોરણીયા, અનિલભાઈ રાઠોડ, પરેશભાઈ પીપળીયા, દેવરાજભાઈ મકવાણા, મનીષભાઈ રાડીયા, દર્શિતાબેન શાહ, વિજયાબેન વાછાણી, રૂપાબેન શીલુ, દેવુબેન જાદવ, પ્રીતીબેન પનારા, શિલ્પાબેન જાવિયા, અનિતાબેન ગૌતમભાઈ ગોસ્વામી, મીનાબેન પારેખ, દક્ષાબેન ભેસાણીયા, દુર્ગાબા જાડેજા, જયાબેન ડાંગર, જાગૃતિબેન ઘાડીયા, વર્ષાબેન રાણપરા વિગેરેએ પુષ્પગુચ્છ અર્પણ કરી, શુભેચ્છા પાઠવેલ. તેમ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:41 pm IST)