રાજકોટ
News of Thursday, 18th October 2018

શહેરના જળાશયોમાં માછીમારી અટકાવવોઃ ઉગ્ર રજુઆત

રાજકોટઃ તાજેતરમાં શહેરના આજી ડેમ તથા રાંદરડા-લાલપરી તળાવમાં કેટ ફીશ મૃત્યુ પામતા જીવદયા પ્રેમીઓ દ્વારા શહેરના જળાશયોમાં માછીમારી અટકાવવા મ્યુનિસીપલ કોર્પોરેશનનાં આસી. કમિશ્નર હર્ષદ પટેલને લેખીત પત્ર પાઠવી રજુઆત કરી હતી. આ અંગે જીવદયા પ્રેમીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે મોડી રાત્રીના સમયે તેમજ કાયમી ધોરણે (ર૪ કલાક) વિસ્તારમાં કડક અને પ્રમાણીક સીકયુરીટી મુકવા પેટ્રોલીંગ કરવા તેમજ આવા કોઇ લોકો જણાય તો તેની સામે યોગ્ય પગલા લેવા, પોલીસ ફરીયાદ કરવા તેમજ આપને પણ ત્યાં રૂબરૂ સમયાંતરે સરપ્રાઇઝ વિઝીટ કરવા સહીતના વિવિધ પ્રશ્ને રજુઆત કરી હતી અને આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. આ રજુઆતમાં મીતલ ખેતાણી, રાજુભાઇ જુંજા, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, પ્રતિક સંઘાણી, પારસ મોદી, રાજેન્દ્રભાઇ શાહ સહીતના જીવદયા પ્રેમીઓ જોડાયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:35 pm IST)