રાજકોટ
News of Thursday, 18th October 2018

જંગલેશ્વરની રૂબીના ઉર્ફ હીરીનો ૯૬ હજારનો દારૂ ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

હેડકોન્સ. સમીરભાઇ શેખ, હેડકોન્સ. અનિલભાઇ સોનારા અને હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટઃ શહેર ક્રાઇમ બ્રાંચે વધુ એક દરોડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જંગલેશ્વર હુશેની ચોકમાં બેકરીવાળી શેરીમાં રહેતી રૂબીના ઉર્ફ હીરી જાવેદ જૂણેજાના ઘરમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને હરદેવસિંહ રાણાને મળતાં પીએસઆઇ એ. એસ. સોનારા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર તથા બાતમી મેળવનારા ત્રણેય હેડકોન્સ્ટેબલે દરોડો પાડતાં ઘરમાં રૂબીના ઉર્ફ હીરી મળી નહોતી, પણ ઘરમાંથી રોયલ ચેલેન્જ બ્રાન્ડનો ૯૬ હજારનો ૧૯૨ બોટલ દારૂ મળતાં કબ્જે કરી હીરીની શોધખોળ આદરી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયાની સુચના તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. તસ્વીરમાં પીએસઆઇ સોનારા, પીએસઆઇ મહેશ્વરી અને ટીમ તથા મુદ્દામાલ જોઇ શકાય છે.

(3:35 pm IST)