રાજકોટ
News of Thursday, 18th October 2018

પડધરી પાસે સ્કોર્પીયામાંથી ૬૦૦ બોટલ દારૂ પકડાયોઃ પોલીસને જોઇ ચાલાક છૂ

તસ્વીરમાં પકડાયેલ દારૂના જથ્થા સાથે પડધરી પોલીસનો કાફલો નજરે પડે છે.

રાજકોટ તા. ૧૮: પડધરીના વિસામણ ગામના પુલ પાસેથી સ્કોર્પીયોમાંથી દારૂનો જથ્થો પડધરી પોલીસે ઝડપી લીધો હતો જોકે, ચાલક પોલીસને જોઇ નાસી છુટયો હતો.

પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ ડિવિઝન એચ. એમ. જાડેજાની સુચના મુજબ પો. સ્ટે. વિસ્તારમાં પ્રોહી. તથા જુગારની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અન્વયે પડધરી પો. સ્ટે.ના પો. સબ ઇન્સ. જે. વી. વાઢિયા તથા સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ હકીકત આધારે પડધરી પો. સ્ટેશનના વિસામણ ગામના પુલ પાસેથી કાળા કલરની સ્કોર્પિયો કારને રોકી તલાસી લેતાં તેમાંથી પાર્ટી સ્પેશિયલ ડીલક્ષ વિસ્કી ૭પ૦ એમએલ કંપની સીલપેક બોટલ ફોર સેલ ઇન અરૂણાચલ પ્રદેશ ઓન્લી લખેલ કાચની બોટલ નંગ-૬૦૦ પેટી નંગ પ૦ કિ. રૂ. ૧,૮૦,૦૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાળા કલરની સ્કોર્પિયો કાર રજી. નં. જીજે-ર૪-એ ૩પ૪૪ કિં. રૂ. કિ. રૂ. ૩ લાખ તથા દારૂ મળી કુલ ૪.૮૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો મજોકે, કારનો ચાલાક પોલીસને જોઇ નાસી છુટતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કરાયા છે.

આ કાર્યવાહીમાં પડધરીના એ.એસ.આઇ. પી. એમ. ખંડવી, પો.કો. સંજયસિંહ, યુવરાજસિંહ, જયેન્દ્રસિંહ, પ્રભાતભાઇ, અજયભાઇ, હિતેશભાઇ તથા ડ્રાઇવર અયુબખાન જોડાયા હતા.

(3:34 pm IST)