રાજકોટ
News of Thursday, 18th October 2018

નવરાત્રીના સાત દિવસમાં ૧૯૦૦ વાહનોનુ ધુમ વેંચાણ

કોર્પોરેશનને ગત વર્ષની સરખામણીએ આજ દિન સુધીમાં ૪ કરોડની વધુ આવક

રાજકોટ, તા.,૧૮: શહેરમાં નવરાત્રી તહેવારના સાત દિવસમાં  ૧૯૧૬ ટુ અને ફોર વ્હીલર વાહનો વેચાતા રૂ. ૪૩.૩૯ લાખની આવક  થવા પામી  છે. ગત વર્ષ કરતા વાહન વેરાની  આવક વધુ થવા પામી છે. વાહન વેરાનાં ૧૩ કરોડનાં લક્ષ્યાંકમાં રૂ.૫ કરોડનું છેટુ છે.

આ અંગે કોર્પોરેશનનાં વાહનવેરા વિભાગ માંથી મળતી પ્રાપ્ત માહિતી મુજબ તા.૧ એપ્રિલ ૨૦૧૮ થી તા. ૧૭ ઓકટોબર ૨૦૧૮ સુધીમાં ૧૨ પ્રકારના ૩૩,૯૦૭ વાહનો વેચાતા કુલ રૂ.૮.૭૧ કરોડની આવક થવા પામી છે. આ પૈકી ર૭,૬ર૬  ટુ વ્હીલરના રૂ. ૧.૭૦ કરોડ, ફોર વ્હીલર(પેટ્રોલ) ૩,૮૭ વાહનોના રૂ. ૩.૨૭ કરોડ,  ફોર વ્હીલર(ડિઝલ)ના ૧૩૮૧ વાહનો વેચાતા રૂ. ૧,૮૯,૯૪,૮૭૨ તથા થ્રી વ્હીલર ૭૯૮ વેંચાતા રૂ. ર૭.૪પ કરોડ, સહિત કુલ રૂ. ૮.૭૧ કરોડની આવક  તંત્રની તીજોરીમાં જમા  થવા પામી છે. વાહન વેરાનો મુળ ૧૩ કરોડ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે, તંત્ર દ્વારા ગત વર્ષથી વાહનની કિંમતનાં ૧ ટકા લેખે વેરો વસુલવામાં આવે છે.

(3:34 pm IST)